SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ લેકભાષાને જ્ય ૯૧ સ્ત્રીનું નામ દેવશ્રી. અને એમના પુત્રનું નામ સિદ્ધસેન સિદ્ધસેન તે જાણે સાક્ષાત સરસ્વતીને જ અવતાર. બધી વિદ્યા એના હેઠે, અને બધાં શાસ્ત્ર એના કઠેકેઈ વિદ્યામાં એ અધૂરા નહીં, કેઈ શાસ્ત્રમાં ઊણ નહીં. અને વાદ કરવામાં તે પંડિત સિદ્ધસેન એવા પાવરધા કે ભલભલા વાદીએ પણ એમનાથી હારી જાય ! અને જે કઈ વાદીનું નામ પંડિત સિદ્ધસેન સાંભળે એ વાદીની પાસે સામે પગલે જઈને એને શાસ્ત્રાર્થમાં હરાવે ત્યારે જ એમને જપ વળે. સિદ્ધસેનને પિતાની વિદ્યાને ભારે ગર્વ. એ તે એમ જ માને કે આખી દુનિયામાં વિદ્યામાં મારાથી ચડિયાતે બીજે કણ હોઈ શકે? અને એમની પ્રતિજ્ઞા પણ એવી જ મટી હતી, કે જે કઈ મને વાદમાં હરાવે એને હું શિષ્ય બનીને રહું ! એક વાર પંડિત સિદ્ધસેને વૃદ્ધવાદીસૂરિનું નામ સાંભળ્યું. વાત કરનારે એમની વિદ્વત્તા અને વાદપટુતાનાં એવાં વખાણ કર્યા, એવાં વખાણ કર્યા કે એ સાંભળીને સિદ્ધસેન પંડિત સ્તબ્ધ થઈ ગયા. એમને થયું કે મારા જેવો સૂર્ય જે તેજવી મેટો. પંડિત બેઠે છે, ત્યાં વળી ખદ્યોત (આગિયા) જેવા વૃદ્ધવાદીની આ પ્રશંસા કેવી ! મારી આગળ એનું તે શું ગજું ! અને સિદ્ધસેનને મનમાં ચટપટી લાગી ગઈ કે ક્યારે એ વૃદ્ધવાદીને મળું અને ક્યારે એને હરાવીને વાદી તરીકેના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy