________________
e
પદ્મપરાગ
લાગ્યા રહે છે. એટલે એમને થયું : હું પણ વિદ્વાન કેમ ન અની શકુ? મહેનત કરીશ તેા જરૂર ફળ મળશે.
અને મુનિ મુકુંદ ભણવામાં લાગી ગયા.
એ જોઈ ને બીજા મુનિએ તે એમને ઉપહાસ કરવા લાગ્યા : આવી મેટી ઉંમરે તે જ્ઞાન કચાંથી મળવાનુ છે ? આ તે ભાઈ, પાકે ઘડે કાંઠા ચડાવવાના પ્રયાગ ચાલી રહ્યો છે!
પણ મુનિ મુકુ ંદને એવી મશ્કરીની કશી પરવા ન હતી. એ તે રાતના વખતે, જ્યારે અધા સૂવાની ચિંતામાં પડતા ત્યારે, એકાંતમાં બેસીને ખૂબ ઊંચે સાદે શાસ્ત્રોના પાઠ યાદ કરવા લાગ્યા. એમના સાદના પડઘા શાંત રાત્રિમાં દૂર દૂર સુધી પહોંચી જતા.
થોડાક દિવસ તે કોઈ કાંઈ ન ખેલ્યું, પણ પછી ીજા મુનિએએ ઊંઘમાં ખલેલ પડવાની ફરિયાદ કરી : રાજ રાજ તે આ ઉપાધિ કેમ સહેવાય ?
:
એક દિવસ ગુરુએ શિખામણ આપી · · મુનિ ! રાતના વખતે જોર જોરથી મેલીને કોઈની ઊંઘ મગાડીએ એ ઉચિત ન કહેવાય. વળી, કોઈ હિ'સક જીવ જાગી જાય તે વિના કારણે અનથ થાય. માટે રાત્રે શાંત ચિત્તે મનમાં ભગવાનના નામનું સ્મરણ કરજો !'
પણ મુનિ મુકુને તેા વિદ્વાન થવાની અજબ તાલાવેલી લાગી હતી. એટલે એ તે રાતના મઠ્ઠલે દિવસે જોર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org