________________
વનમાનવના સ્નેહત તુ
૮૫
મારા વનને વહાલે વાસ ? ખરેખર, હું ભાન ભૂલ્યા ! ધિક્કાર હજો મને, માત-પિતાના પીડક કુપુત્રને, સ્વધના દ્રોહી આત્માને !
અને વનના માનવીને પેાતાનુ વન સાંભરી આવ્યું, પેાતાના વૃદ્ધ પિતા સાંભરી આવ્યા, પેાતાનાં વલ્કલનાં ચીર સાંભળી આવ્યાં ! એના અંતરમાં પિતૃવાત્સલ્યના સ્નેહતંતુએ ઊગી નીકળ્યાં અને એનું મન સંસારની માયામમતા તજીને વનના માર્ગ લેવા તલસી રહ્યું.
એક કાળે જેને વન અકારુ થઈ પડયું હતુ. એને આજે મહેલ અકારા થઈ પડયા !
માનુનીના મેહ વલ્કલચીરીના એ સ્નેહત ંતુને ન તેાડી શકો ! ભાઈ-ભાભીનાં હેત એને જતા ન અટકાવી શકયાં. રાજમહેલના સુખભેાગ એના મારગની આડે ન આવી શકયા.
અને એ જ ઘડીએ રાજપ્રાસાદાના વાસી વલ્કલચીરી ફરી પાછા વનના વાસી મનવા ચાલી નીકળ્યે.
રાજા પ્રસન્નચંદ્રને પણ એ સ્નેહુતંતુએ કામણુ કરી ગયા. ભાઈના પગલે પગલે એ પણ વનની વાટે ચાલી નીકળ્યે. એક જ મગની બે ફાડ તે દિવસે ફરી પાછી એકરૂપ અની ગઈ !
જોનારા સૌ એમની ચરણવદના કરી રહ્યા ! ધન્ય રે વનના માનવ! ધન્ય તારા નિળ સ્નેહ!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org