________________
પદ્મપરાગ પ્રજાએ રાજ્યના વારસના જન્મને ઉત્સવ ઊજવ્યું.
દેવકુમારે જે રૂપાળે પુત્ર સૌના હેતનું પાત્ર બની ગયે. પિતા પ્રસન્નચંદ્ર એને ઘડીવાર વીસરતા નથી; કાકા વલ્કલચીરીને તે એ ગેઠિયે જ બની ગયું છે. બેયને એકબીજા વગર સૂનું સૂનું લાગે છે. અને એ રીતે દિવસે સુખ-ચેન અને આનંદમાં ચાલ્યા જાય છે. - એક દિવસની વાત છે. બન્ને ભાઈ બેઠા બેઠા વાતે વળગ્યા છે. ભૂતકાળના કંઈ કંઈ પ્રસંગે યાદ આવી રહ્યા છે. કિશોર કુમાર કિલકિલાટ કરતો આમથી તેમ દોડી રહ્યા છે. ઘડીમાં એ પિતાનાં વસ્ત્રોને ધૂલીધૂસર (મેલ) કરે છે, તે ઘડીકમાં કાકાને મેળાને ખૂંદી નાખે છે. - વલ્કલગીરી વિચારે છે કે કુમાર! સૌને કે આનંદ આપી રહ્યો છે ! અને પળવારમાં એ પિતાના ચિત્રવિચિત્ર ભૂતકાળનાં સ્મરણમાં ઊતરી પડે છે અને એના મુખ ઉપર વિષાદની છાયા ઢળી પડે છે.
એને થાય છે? ક્યારેક હું પણ આ જ બાળક હતે ને! પણ કે હતભાગી ! ગર્ભમાં આવ્યો અને માતા-પિતાને મહેલવાસી મટાડીને વનવાસી બનાવ્યાં ! જન્મીને આ દુનિયામાં આવ્યું અને માતાને ભરખી ગયો! વૃદ્ધ પિતાની સેવા કરવા લાયક છે અને પિતાને તજીને મહેલ અને માનુનીના મેહમાં ફસાયે ! અને બારબાર વર્ષ લગી દિન અને દુનિયાને ભૂલી બેઠે ! ક્યાં ગયું મારું તપ ? ક્યાં ગયે મારે સંયમ અને ક્યાં ગયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org