________________
જૈન આચારના મૂળ સિદ્ધ
પટ ભેદ છે અને એ ભેદમાં જ જૈન અને વૈદિક આચારને મૌલિક ભેદ છે.
બૌદ્ધ આચારના નિયમના ઘડતરમાં કોઈ ને કોઈ પ્રસંગની ઉપસ્થિતિ અનિવાર્ય મનાઈ છે. અને ઉપસ્થિત પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવા આચારના નિયમોનું ઘડતર ક્રમે ક્રમે થતું ગયું છે, તે વિનયપિટક વાંચતાં સ્પષ્ટ થાય છે. પણ એનો અર્થ એવો નથી કે નિયમોના ઘડતરમાં આચારનો કોઈ મૌલિક સિદ્ધાન્ત કામ કરતો નહોતો. બુદ્ધનો મૂળ સિદ્ધાંત છે કે કુશલ કાર્ય કરવું અને અકુશલનું નિવારણ કરવું. આ સિદ્ધાન્તની કચેરીએ પ્રત્યેક નિયમને કસી શકાય; પણ કુશલાકુશલને અંતિમ વિવેક કેણ કરે ? એ વિવેક બુદ્ધ પોતે પોતાના હાથમાં રાખ્યો છે. સંઘે એ જવાબદારી નથી લીધી કે તે વિવેક કરીને નકકી કરે કે કુશલ શું અને અકુશલ શું? પણ. આથી એમ નથી સમજવાનું કે બુદ્દે જે વિવેક કર્યો છે તે અતક્ય છે. બુદ્ધનો તો એ દાવો હતો કે હું જે કહું છું તે પ્રજ્ઞાથી કહું છું અને શ્રોતા એ સ્વીકારતાં પહેલાં પોતાની તર્ક અને બુદ્ધિશક્તિને અવશ્ય ઉપગ. કરે, અને પરીક્ષા કર્યા પછી એમ જણાય કે બુદ્ધવચન તથ્ય અને હિતકર છે તે જ તેને સ્વીકારે. એટલે એમ કહી શકાય કે આચારના વિષયમાં અંતિમ સત્ય બુદ્ધની આજ્ઞા છે, એમ છતાં એ આજ્ઞા અતક્ય નથી મનાઈ ત્યારે વૈદિક વિધિ વિષે એવું નથી.
ઉપરના વિવેચનથી સ્પષ્ટ છે કે વૈદિક આજ્ઞા એ એકાંતરૂપે અતર્યા છે, જ્યારે બૌદ્ધ આજ્ઞા તર્કસિદ્ધ છે. પણ જૈનોની પ્રકૃતિ તો અનેકાંતવાદી છે એટલે આચારના નિયમો વિષે તે એકાંતવાદી બની શકે નહિ. આચાર્યોનું કહેવું છે કે આજ્ઞા એ ધમ છે એ સાચું, પણ જે આજ્ઞા આપવામાં આવી છે તેનું મૂળ ભગવાનના અલૌકિક કેવળજ્ઞાનમાં છે એટલે લૌકિક જ્ઞાન વડે એની સમગ્રભાવે પરીક્ષા થઈ શકે નહિ. કેટલીક વાતોમાં લૌકિક જ્ઞાનની પ્રવૃત્તિ થઈ શકે છે એટલે તેક વડે તેમની કેટલીક આજ્ઞાઓની સિદ્ધિ સંભવે છે, પણ એવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org