________________
જૈનધર્મચિંતન * જેન આચારનું અનેકાંતમૂલક ઘડતર
જેનોએ દાર્શનિક સિદ્ધાન્ત તરીકે જ્યારે અનેકાંતવાદને સ્વીકાર્યો, ત્યારે જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં પરિવર્તનને અવકાશ છે એમ સ્વતઃ સ્વીકારી લીધું. પરિણામ એ આવ્યું કે જેનોના અભ્યદયકાળમાં જેનધર્મ એ એક સુધારક ધર્મ તરીકે સ્વતઃ પ્રસિદ્ધ થયો. વૈદિકોની સંકુચિત વર્ણવાદ, ઉચ્ચનીચપણની ભાવના, સ્પૃસ્યાસ્પૃશ્યતા, સ્ત્રી-પુરુષના અસમાન અધિકાર આદિ માન્યતાઓથી વિરુદ્ધ જૈનનું આચરણ હતું. અને તે તેમના પિતાના દાર્શનિક સિદ્ધાન્તને અનુસાર હતું. પણ દુર્ભાગ્યે જૈનધર્મની આ પોતાની શકિત વૈદિકોના પ્રભાવે કાળક્રમે ક્ષીણ થઈ ગઈ અને અત્યારે એ સમાજ વૈદિક સમાજથી કોઈ પણ રીતે સુધારક દૃષ્ટિએ અથવા તે ક્રાંતિકારી વિચારની દષ્ટિએ કોઈ પણ જાતનું પાર્થ કય ધરાવે છે, એવું કહી. શકાય તેમ રહ્યું નથી. એટલે કે મૂળે તેમાં આચારમાં ક્રાંતિકારી અને સુધારક દષ્ટિબિન્દુ પોતાના દાર્શનિક સિદ્ધાન્ત અનેકાન્તવાદને કારણે " હતું એ તથ્ય છતાં, આજે જૈન સમાજ પણ દિકની જેમ જ વિચાર પ્રમાણે આચાર નથી ધરાવતો એ પણ તથ્ય છે. એટલે કે આજની સ્થિતિ પ્રમાણે સમગ્ર ભારતવર્ષની સમસ્યા વિચારને અનુકૂળ આચારના ઘડતરની છે. વેદિક અને જૈન બને પોતપોતાના દાર્શનિક સિદ્ધાન્તને અનુસરી જે આચરણનું ઘડતર કરે તો સમાજ ઉચ્ચ. સ્થિતિએ પહોંચે એવી સંપૂર્ણ શક્યતા છે જ.
આજ્ઞાએ ધમ: તર્ક અને આચાર - જૈન આચારની બાબતમાં જે એક વસ્તુ ઉપર ભાર અપાયેલ આપણે જોઈએ છીએ તે છે-“ચાના ધો-અર્થાત ભગવાનની આ જ્ઞાના પાલનમાં ધર્મ છે, એ વાત. આ ઉપરથી એક વસ્તુ ઉપરઉપરથી. એમ સમજાય છે કે વેદવિધિ અર્થાત્ આજ્ઞા અને જિનની આજ્ઞા એ. બન્ને સરખી રીતે આજ્ઞા હેઈ અતર્યું છે, પણ વસ્તુસ્થિતિમાં સહેજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org