SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધર્મચિંતન - ઘણય બાબત છે, જેમાં લૌકિક જ્ઞાનને–તકશક્તિને-સંચાર જ થઈ - શકે એમ છે નહિ. એટલે એવી બાબતો તર્કસિદ્ધ નથી. અર્થાત જેન આના સમગ્ર ભાવે તર્કસિદ્ધ માનવાના પક્ષમાં જેન આચાર્યો નથી : આંશિક તકસિદ્ધ છે અને આંશિક તર્કસિદ્ધ નથી. આ પ્રમાણે જેને આજ્ઞા કેવળ તર્કશુદ્ધ છે એમ કહી શકાય નહિ અને તેમાં તકની ગતિ નથી જ એમ પણ કહી શકાય નહિ. આ મધ્યમ માર્ગ જૈનના અનેકાંતવાદનું સીધું પરિણામ છે. જેન આચારના સ્ત્રોત અને એ અનેકાંત, આચાર વિષેની આજ્ઞાઓના ઘડતરમાં પણ કાર્ય કરે છે. વૈદિકનાં વેદમૃતિની જેમ જૈન આચારનો મૂળ સ્ત્રોત જૈન તીર્થકરનું શ્રુત છે. છતાં એ શ્રુતમાં આચારના સમગ્ર નિયમનું વિધાન થઈ ગયું છે એમ નથી મનાયું; જ્યારે વૈદિકે માને છે કે સમગ્ર નિયમે વેદમાં વિહિત છે—પછી ભલે વિદ્યમાન વેદમાં એ નિયમો મળતા ન હોય. બૌદ્ધોની જેમ જૈનો એમ પણ નથી માનતા છે કે કેવળ તીર્થકર જ નિયમોનું ઘડતર કરે, બીજા કેઈ નહિ. જૈનોએ સ્પષ્ટપણે સ્વીકાર્યું છે કે અમુક જ નિયમ તીર્થકરે કહ્યા છે, અને, એવા ઘણા નિયમ છે જે મૌલિક શ્રુતમાં છે નહિ, છતાં આચાર્યોએ, તે તે સમયે, આવશ્યકતા જોઈને, એ મૌલિક નિયમોમાં નવા નિયમો ઉમેર્યા છે. એટલે આ દૃષ્ટિએ જોતાં જ્યારે બૌદ્ધો એમ માને છે કે માત્ર બુદ્ધ જ નિયમસર્જન કરી શકે છે, ત્યારે જેનેના મત પ્રમાણે કેવળ તીર્થકર નહિ પણ ગીતાર્થ સ્થવિરો પણ મૂળ ઉપદેશને અનુકૂળ એવા નિયમોનું સર્જન કરવા સમર્થ છે. આચાર્ય હરિભદ્ર તો ત્યાં -સુધી કહે છે કે તીર્થકરીએ તો કેઈ વિધિનિષેધ કર્યા જ નથી; માત્ર એટલું જ કહ્યું છે કે સંયમની વૃદ્ધિ થાય તેવું કરવું અને અસંયમમાં પ્રવૃત્તિ ન કરવી. અર્થાત તીર્થકરે તે આચારનો મૌલિક સિદ્ધાંત બતાવી દીધો છે. એ સિદ્ધાંતને અનુસરી તેને અનુકૂળ એવા નિયમો: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001055
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Ratilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1965
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Principle
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy