________________
૩૮
જૈનધર્મચિંતન છ દ્રવ્ય જૈન દર્શનનાં મૂળ તો બે જ છે. જીવ અને અજીવ. એ એને વિસ્તાર પાંચ અસ્તિકાયરૂપે, છ દ્રવ્યરૂપે અથવા સાત તત્ત્વ કે નવ તસ્વરૂપે વર્ણવવામાં આવે છે. ચાર્વાકો કેવળ અજીવને પાંચ ભૂતરૂપે માનનારા હતા; અને ઉપનિષદના ઋષિએ કેવળ જીવન એટલે કે આત્મા –પુરુષ–બ્રહ્મને માનનારા હતા. એ બન્ને મતનો સમન્વય જીવ અને અજીવ માનીને જૈન દર્શનમાં થયું છે. સંસાર અને સિદ્ધિ-નિર્વાણું કે બંધન અને મુક્તિ, એ તો જ ઘટે જે જીવ અને ઈતર હોય. આથી જીવ અને અજીવ બન્નેના અસ્તિત્વની તાર્કિક સંગતિ જેનેએ સિદ્ધ કરી; અને પુરુષ અને પ્રકૃતિનું અસ્તિત્વ માની પ્રાચીન સાંખ્યોએ પણ એ સંગતિ સાધી હતી. વળી, આત્માને કે પુરુષને કેવળ કૂટસ્થ માનવાથી પણુ બંધ-મોક્ષ જેવી વિરોધી અવસ્થાઓ જીવમાં ઘટી શકે નહિ. આથી બધાં દર્શનેથી જુદા પડીને, બૌદ્ધસંમત ચિત્તની જેમ, આત્માને પણ એક અપેક્ષાએ જેનેએ અનિત્ય માન્યો, અને વૈદિકની જેમ નિત્ય માનવામાં પણ જેનોને વાંધો તો છે જ નહિ કારણ કે બંધ અને મેક્ષ અને પુનર્જીવનનું ચક્ર એક જ આત્મામાં છે. આમ આત્મા જૈન મતે પરિણામી નિત્ય માનવામાં આવ્યું. સાંખ્યોએ પ્રકૃતિને–જડતત્વને તો પરિણમી નિત્ય માન્યું હતું, પણ પુરુષને ફૂટસ્થ. પરંતુ જૈનોએ જડ અને જીવ બન્નેને પરિણામી નિત્ય માન્યાં. . આમાં પણ તેમની અનેકાંતદૃષ્ટિ સ્પષ્ટ થાય છે. - જીવન ચૈતન્યનો અનુભવ માત્ર દેહમાં થતો હોઈ જૈન મતે જીવ–આત્મા દેહપરિમાણ છે. નવા નવા જન્મે છવને ધારણ કરવા પડે છે તેથી તેને ગમનાગમન અનિવાર્ય છે. આથી જીવને ગમનમાં સહાયક દ્રવ્ય ધર્માસ્તિકાયને નામે અને સ્થિતિમાં સહાયક દ્રવ્ય અધર્માસ્તિકાયને નામે–એમ બે અજીવ દ્રવ્ય માનવાં અનિવાર્ય થઈ પડ્યાં. તે જ રીતે જીવને જે સંસાર હોય તો બંધન હોવું જોઈએ. એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org