________________
૩૯
જૈન દર્શનનાં તો બંધન પુદ્ગલ એટલે કે જડ દ્રવ્યનું છે. આથી પુગલાસ્તિકાય રૂપે એક અન્ય પણ અજીવ દ્રવ્ય મનાયું. આ બધાને અવકાશ આપે. એવું જે દ્રવ્ય તે આકાશ; એ પણ જડરૂપ અજીવ દ્રવ્ય માનવું જરૂરી હતું. આ પ્રમાણે જૈન દર્શનમાં છવ, ધર્મ, અધમ, આકાશ અને પુગલ એ પાંચ અસ્તિકાયો માનવામાં આવ્યા છે. પણ જીવાદિ દ્રવ્યની વિવિધ અવસ્થાઓની કલ્પના કાલ વિના થઈ શકે નહિ; આથી એક સ્વતંત્ર કાલદ્રવ્ય પણ અનિવાર્ય હતું. આ રીતે પાંચ અસ્તિકાયને સ્થાને છ દ્રવ્યો પણ થયાં. જ્યારે કાલને સ્વતંત્ર દ્રવ્ય માનવામાં નથી આવતું ત્યારે તેને જીવ અને અજીવ દ્રવ્યના પર્યાયરૂપે જ માનીને કામ ચલાવવામાં આવે છે.
સાત કે નવ તત્ત્વ હવે સાત તત્ત્વ અને નવ તત્ત્વ વિશે થોડું સ્પષ્ટીકરણ કરી લઈએ. જૈન દર્શનમાં તત્ત્વવિચાર બે રીતે કરવામાં આવે છે. એક પ્રકાર વિશે આપણે ઉપર જોયું. બીજો પ્રકાર મોક્ષમાર્ગમાં ઉપયોગી થાય એ રીતે તેની ગણતરી કરવાનો છે. આમાં છવ, અજીવ, આસ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ–એ સાત તત્ત્વોને ગણવાનો એક પ્રકારનું અને તેમાં પુણ્ય અને પાપ ઉમેરીને કુલ નવ તત્ત્વોને ગણવાને બીજો પ્રકાર છે. વસ્તુતઃ જીવ અને અજીવન વિસ્તારરૂપે જ સાત અને નવ તને ગણાવ્યાં છે, કારણ કે મોક્ષમાર્ગના વર્ણનમાં એવું પૃથકકરણ ઉપયેગી થઈ પડે છે. જીવ અને અજીવ વિષેનું સ્પષ્ટીકરણ તો ઉપર કર્યું જ છે. અંશતઃ અજીવ–કમસંસ્કારબંધન–નું જીવથી પૃથફ થવું એ નિર્જરા છે અને સર્વાશે પૃથફ થવું એ મેક્ષ છે. કર્મ જે કારણોએ જીવ સાથે બંધમાં આવે છે તે કારણ આસ્રવ છે અને એને નિરાધ તે સંવર છે. જીવ અને અજીવ -કર્મનું એક જેવા થઈ જવું તે બંધ છે.
સાર એ છે કે છવમાં રાગ-દ્વેષ, પ્રમાદ આદિ જ્યાં સુધી છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org