________________
જૈનધર્મ
૩૩ છે. જેના દર્શનની આ સ્થિતિશીલતા જ તેના પ્રચારમાં બાધક રહી હોય તો ના નહિ. કારણ, જ્યારે વૈદિકે અને બદ્ધો નવાં નવા વિચારોને પિતાનામાં સ્થાન આપતા ગયા અને પિતાના તત્ત્વજ્ઞાનને નવું રૂપ આપતા ગયા, ત્યારે જેનેએ પોતાના દર્શનને નવું રૂપ આપવાનો કદી પ્રયાસ કર્યો નથી. મતલબ કે તે તે વખતે થયેલા જૈનેતર દાર્શનિક વિવાદોનો સમન્વય કરીને જેનેએ અનેકાંતવાદને સમૃદ્ધ તો કર્યો, પણ નવા કોઈ દર્શનનું સર્જન કર્યું નહીં.
સંભવ છે કે આચાર્યો એમ જ માનતા હતા કે અમારું દર્શન તે પરિપૂર્ણ છે, એમાં પરિવર્તનની આવશ્યકતા જ નથી. અને તેના કારણ રૂપ સર્વને ધરતા હોય. પણ એ દલીલ તો બૌદ્ધો કે વૈદિકે વિષે પણ કરી શકાય. તેઓ પણ વેદ કે બુદ્ધને સર્વજ્ઞ જ માનતા. છતાં તેના નવીનીકરણમાં વેદ કે બુદ્ધ કદી આડે આવ્યા નથી; જ્યારે જૈનોમાં નવીનીકરણ કેમ ન થયું એ એક સમસ્યા છે. આનું કારણ એ હોઈ શકે કે જેના દર્શન એ વાસ્તવાદી–અત્યંત વાસ્તવવાદીરહ્યું છે, એટલે કે એણે કદી માયાવાદને આશ્રય લીધો નથી. અને તેથી તેમાં કાલ્પનિક દર્શનને અવકાશ ન મળે તે સ્વાભાવિક છે. અને
જે કલ્પનાનો દોર છૂટો મૂકવાનો અવકાશ જ ન હોય તો દર્શનભેદ • સંભવે ક્યાંથી ? પ્રાચીનતાના મેહને પણ આનું એક કારણ ગણુવી શકાય. પ્રત્યેક સંપ્રદાયને એ પ્રયત્ન રહ્યો છે કે આસપાસનાં જાળાં દૂર કરીને તાત્ત્વિક જૈનધર્મ ઉપર જવાનો પ્રયત્ન કરવો. સમયબળે જૈન ધર્મમાં જે નવી ધારા વહી હોય તે નવી છે માટે જેનધર્મનું અંગ ન હોઈ શકે, જૈનધર્મ તો ભગવાન મહાવીરે જે કંઈ ઉપદેર્યું છે તેના પાલનમાં જ છે, એમાં સુધારને અવકાશ નથી, નવીનીકરણને અવકાશ નથી–આવી ધારણાને ફરી ફરી પ્રચાર કરવામાં આવ્યો છે. એથી, આપણે જોઈએ છીએ કે, સ્થાનકવાસી કે તેરાપંથી સંપ્રદાયે આગમ સિવાયના જૈન સાહિત્યનો વારસો ગુમાવ્યો. અને જેને કળા કે શિલ્પને નામે જે કાંઈ ઓળખાય છે, તીર્થોને નામે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org