________________
જેનધર્મચિંતન અને ભારતમાં પણ જે પૂર્વ ભારતમાં તે અંકુરિત થયો અને ફાલ્યોફૂલ્યું હતું, ત્યાં પણ આજે તેનું નામનિશાન નથી. આત્મા વિનાનાં શરીરે આધુનિક મંદિર રૂપે ત્યાં ઊભાં છે, પણ તેને પૂજકો ત્યાં છે. જ નહિ. પશ્ચિમ અને દક્ષિણને જેને જઈ પૂજા કરે છે. ખરી રીતે ભારતવર્ષમાં અશોકના શિલાલેખોની જે સ્થિતિ થઈ હતી, તેવી જ સ્થિતિ પૂર્વભારતમાં જૈનધર્મની આજે પણ છે.
હિંદુ અને બૌદ્ધધર્મની પરિવર્તનશીલતા ( હિન્દુધર્મનું બાહ્ય અને આંતરિક સ્વરૂપ જોઈએ તો વૈદિક કાળ અને આજના કાળ વચ્ચે તેમાં ઘણું આંતર-બાહ્ય ઊથલ-. પાથલ માલૂમ પડે છે. વેદવારાનો ધર્મ આજે જડતો નથી. તેનો આંતરિક મૂળ પ્રવાહ કાયમ છતાં તેનાં બાહ્ય અનેક રૂપમાં એ એવો તો પરિવર્તિત થઈ ગયું છે કે જો તેમાં વેદનિષ્ટા કાયમ ન રહી હોત તો એ કહેવું પણ કઠણ થઈ પડી કે આ એ જ ધર્મનાં રૂપાંતરો છે. બૌદ્ધધર્મ વિષે પણ એવું જ બન્યું છે. તેમાં પણ બુદ્ધ-- નિશા જ બધા બૌદ્ધ સંપ્રદાયને એક સૂત્રમાં બાંધી રહી છે. અન્યથા, દાર્શનિક દૃષ્ટિએ કે આચાર દૃષ્ટિએ, બૌદ્ધધર્મમાં જે સંપ્રદાયો થયા છે. તે બધાનું મૂળ એક જ ધમ છે એની ઓળખ કરવી અત્યંત કઠણ. થઈ પડત.
જૈનધર્મની સ્થિતિશીલતા પણ જેનધર્મની બાબતમાં તેમ નથી બન્યું. એ ધર્મનું વૈદિક કે બૌદ્ધધર્મની જેમ પ્રગતિશીલતા એ લક્ષણ નથી. એમાં અનેક સંપ્રદાયે. થયા, પણ એ ભેદોએ તેઓમાં કઈ નવું દર્શન જન્માવ્યું નથી. બૌદ્ધોમાં જેટલા સંપ્રદાયો એટલાં દર્શનો છે. વૈદિક ધર્મમાં પણ નાના દર્શને પ્રસિદ્ધ છે. પણ જૈન દર્શન વિકસ્યું છે, છતાં તેમાં નવું દર્શન કદી જગ્યું નથી. દર્શન એનું એ જ, નિકા એની એ જ. બાહ્ય. આચારમાં ભેદ, એ જ મુખ્યતઃ સંપ્રદાયભેદ કે સંધભેદના કારણુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org