________________
જૈનધર્મ,
આંતરિક સ્વરૂપે પ્રાપ્ત કરવું હોય તે આ તનું જ્ઞાન આવશ્યક છે. પણ પ્રત્યેક ધર્મનું કેવળ આંતરિક સ્વરૂપ જ હોતું નથી; એનું આવરણ–શરીર પણ એ ધર્મના નામે ઓળખાય છે. તો જનધર્મના એ શરીરને પણ વિચાર કરો આવશ્યક છે.
(૪) જૈન સંઘ અને એને પ્રચાર
આગળ જે તત્ત્વજ્ઞાનને નિર્દેશ કરવામાં આવ્યું છે એ તત્ત્વજ્ઞાનને જીવનમાં સાક્ષાત્કાર કરવા મથતા સાધકોનો સમુદાય એ જૈન સંધ છે. જૈન સાધના વ્યક્તિગત સાધનાને પ્રાધાન્ય આપે છે, પણ મનુષ્ય એ સામાજિક પ્રાણ હોઈ એકલવિહારી રહી શકે નહિ, એટલે એવા સાધનો સંઘ બન્યો. એ સાધકોએ સ્વના ઉદ્ધાર સાથે જ પરના ઉદ્ધારની પણ પ્રક્રિયા શરૂ કરી, અને એ પ્રક્રિયામાંથી પૂર્વ દેશમાં ઉત્પન્ન થયેલ જૈન સંઘ સમગ્ર ભારતવર્ષમાં અને થોડા અંશે બહત ભારતમાં પણ પ્રચારને પામ્યો.
આંતરિક અને બાહ્ય બળનું પરિણામ ભગવાન મહાવીરની તપસ્યા અને ઉત્કટ સાધનાનું અનુકરણ જેટલા પ્રમાણમાં થયું એટલા પ્રમાણમાં જૈનધર્મનો પ્રચાર પોતાના આંતરિક બળે થયો. પણ એ સાધનાને પ્રશંસનારા રાજાઓ અને ધનાઢ્યો પણ મળ્યા, અને તેમણે પ્રચારમાં જે બળ વાપર્યું તે કેવળ આધ્યાત્મિક જ હતું એમ ન કહી શકાય. તે બાહ્ય બળ હતું અને તેમાં મુખ્યત્વે મંદિરો અને મૂર્તિઓનાં નિર્માણ ઉપરાંત અમારિની આજ્ઞાઓ પણુ ગણાવી શકાય. આ બાહ્ય બળની સાથે આંતરિક બળને જ્યાં સુધી સુમેળ રહ્યો, ત્યાં સુધી તો જૈનધર્મ ઉન્નત થતો ગયો; પણ જેટલા પ્રમાણમાં આંતરિક બળ ઘટતું ગયું તેટલા પ્રમાણમાં બાહ્ય બળનો આશ્રય વધારે લેવામાં આવ્યો; અને તેટલા પ્રમાણમાં ખરા જૈનધર્મને નહિ પણ જૈનધર્મના શરીરનો પ્રચાર થયો. આત્મા વિનાના શરીરની જે સ્થિતિ થાય, એવી સ્થિતિ જેનધર્મની પણ થઈ અને બૃહત ભારતમાં તો તેનું નામનિશાન પણ રહ્યું નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org