________________
ખરી રીતે, જૈન શાસ્ત્ર પ્રમાણે તે, ભગવાન મહાવીરના પાંચ યા છે, જ્યારે ભગવાન પાર્શ્વનાથના, જૈન શાસ્ત્ર પ્રમાણે, ચાર યા હતા. તેમાં જ સુધારે કરીને ભગવાન મહાવીરે પાંચ યાને ઉપદેશ આપ્યો. બૌદ્ધોની આ નાની સરખી ભૂલે ભગવાન પાર્શ્વ નાથના અસ્તિત્વનો એક પુરા પૂરે પાડ્યો છે, અને સ્વયં બુદ્ધના વખતમાં સર્વત્ર તેમને નિગ્રન્થને સામનો કરવો પડ્યો છે; એ સિદ્ધ કરે છે કે બુદ્ધથી પણ પહેલાં નિર્ચન્ય ધર્મને પ્રચાર પૂર્વ દેશમાં થઈ ગયો હતો. એ કહેવાની જરૂર નથી કે બુદ્ધના સમયમાં જેનધર્મનું નામ નિગ્રંન્યધર્મ હતું. આ પ્રમાણે ભગવાન પાર્શ્વનાથ અને મહાવીર વિષે તે ઇતિહાસની પૂરી સાક્ષી છે. તેમાં ભગવાન મહાવીરને સમય, તેઓ બુદ્ધસમકાલીન હોઈ ઈ પૂ. પાંચમી-છઠ્ઠી શતાબ્દી નિશ્ચિત છે. જૈન પરંપરા પ્રમાણે ભગવાન મહાવીર પહેલાં ૨૫૦ વર્ષ પાર્શ્વનાથનું નિર્વાણ થયું. એટલે કે ઈ પૂર્વ ૮૦૦ માં ભગવાન પાર્શ્વનાયનો સમય મૂકી શકાય. આ બને તીર્થકર પહેલાંના તીર્થકરોમાંથી ભગવાન ઋષભદેવ અને અરિષ્ટનેમિ વિષે પહેલાં કહેવાઈ ગયું છે.
આટલી ચર્ચા ઉપરથી આપણે એટલું તો નિશ્ચિત રૂપે કહી • શકીએ કે ઈ. પૂ. ૮૦૦ વર્ષ પહેલાં તો જૈનધર્મો પોતાનું એક
જુદું રૂ૫ નક્કી કરી લીધું હતું, અને તે શ્રમણ સંપ્રદાયમાંનો એક ' પ્રતિષ્ઠિત સંપ્રદાય હતે. તે પહેલાં અરિષ્ટનેમિ કે તેથી પણ પહેલાં
ઋષભદેવના સમયમાં જૈનધર્મનું શું સ્વરૂપ હતું એ જાણવાને આપણી પાસે જૈન શાસ્ત્રો સિવાય બીજું કશું જ સાધન નથી. અને જૈન શાસ્ત્રો તે ભગવાન મહાવીરના ધર્મ કે . શાસનને જ મહત્ત્વ આપતાં હોઈ શેષ તીર્થકરોએ પણ એવો જ . ઉપદેશ આ હતો તેવી સામાન્ય વાત કહે છે. એને આધારે સુસંવાદી ઇતિહાસ રચી શકાય એમ નથી. એટલે અત્યારે એટલાથી જ સંતોષ માની રહ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org