________________
જૈનધર્મચિંતન ભગવાન ઋષભદેવ જેનેના પ્રથમ તીર્થકર છે. ઋષભ શબ્દને ઉલ્લેખ બ્રાહ્મણ સંપ્રદાયના વેદોમાં પણ મળે છે. અને પુરાણમાં તે ઋષભચરિત્ર જે પ્રકારનું આપવામાં આવ્યું છે તે વાંચનારને શંકા રહેતી જ નથી કે જૈન તીર્થકર ઋષભદેવનું જ એ ચરિત્ર છે. બ્રાહ્મણના મતે અષભદેવ એ મનુની પાંચમી પેઢીએ થયેલ છે. એટલે એમનો કાળ એ પૌરાણિક કાળ ગણાય. એટલે એ કાળ ઇતિહાસની નજર બહાર જ લેખાવો જોઈએ. અને જેને પુરાણોમાં પણ તેમના કાળને અત્યંત પ્રાચીન ગણવામાં આવ્યો છે. જૈન અને બ્રાહ્મણ બન્ને ગ્રન્થોના આધારે કહી શકાય કે ઋષભ એક જબરા તપસ્વી હતા. અને તેમના કાળમાં જેને આપણે સંસ્કૃતિ નામથી ઓળખીએ છીએ તેનો ઉદયકાળ શરૂ થયે હતો, અને એ ઉદયમાં ઋષભદેવનો પિતાનો હિસ્સો મોટા પ્રમાણમાં હતો. અને એમાંથી એ પણ જાણવા મળે છે કે તેમના પુત્ર ભરતને નામથી આપણું આ દેશનું નામ ભારતવર્ષ પડયું છે. આ પૌરાણિક વણનેને ઈતિહાસસિદ્ધ કાળમાં ગોઠવી શકાય એમ નથી. છતાં ઋદ કાળમાં ભાઈબહેનના લગ્નની કે સહચારની રૂઢિ અને ઋષભકથામાં આવતી યુગલિયાઓની લગ્નપ્રથાની રૂઢિ એક જેવી છે, જેથી એક સૂચના તે. મળી શકે છે કે ઋષભદેવને કાળ અદથી બહુ દૂર તો નહિ હોય.
_ પણ જેને જૈનધર્મના અસ્તિત્વનો અસંદિગ્ધ પુરા કહી શકાય એવા ઉલ્લેખ તો સર્વપ્રથમ પાલિ પિટકોમાં મળે છે. તેમાં ભગવાન મહાવીરનો ઉલ્લેખ નિગ્રન્થ નાથપુત્ર કે નિગ્રન્ય જ્ઞાતપુત્રને નામે મળે છે, એટલું જ નહિ પણ, જૈનધર્મના આગવા કહી શકાય એવા સિદ્ધાન્તોને ઉલ્લેખ પણ સર્વપ્રથમ બૌદ્ધ ગ્રન્થમાં જ મળે છે. અને એવા સિદ્ધાન્તના વિવિધ ઉલ્લેખને આધારે ભગવાન મહાવીર પહેલાંના તીર્થંકર પાર્શ્વનાથના ઉપદેશનું અસ્તિત્વ પણ ડો. યાકેબીએ સિદ્ધ કર્યું જ છે. બૌદ્ધ ગ્રન્થમાં ભગવાન મહાવીરના ઉપદેશમાં ચાતુર્યામને સ્થાન હતું એમ જણાવવામાં આવ્યું છે, પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org