________________
જનધ
૧૫
ઉપદેશ આપ્યા છે કે જીવા કથી બદ્ધ છે; એ કધનાં કારણેા રાગ અને દ્વેષ છે; બંધનાં કારણેાનું નિવારણ કરી જીવ મેાક્ષને પામે છે. આ સામાન્ય વાત એકસરખી રીતે બધા તીય કરેાએ પ્રતિપાદિત કરી છે. આ દૃષ્ટિએ જૈનધમ અનાદિ અને શાશ્વત છે. જ્યારથી જીવે છે ત્યારથી જેમ તેએ બંધનમાં બહુ થવાના પ્રયત્ન કરે છે, તેમ છુટકારાને પણ પ્રયત્ન કરે જ છે. અને છુટકારાનેા પ્રયત્ન એ જ તા જૈનધમ છે. એટલે જો જીવા અનાદિ હોય તા તેનેા ધમ પણ અનાદિ હાવા જોઈએ. આ દર્શને કરેલા તક જૈનધર્મને અનાદિ સિદ્ધ કરે છે. પણ સ્વયં દર્શન એ કાળપ્રવાહમાં બાદમાં આવતુ હાઈ, ઘટનાઓ ઘટી ગયા પછી તેને પેાતાની દૃષ્ટિએ તાત્ત્વિક ખુલાસા કસ્તુ હાઈ, ઇતિહાસ સાથે તેને બહુ લેવાદેવા નથી. એટલે આ ખુલાસાને વિષે અહીં વિશેષ ચર્ચા કરવી અસ્થાને છે. ઐતિહાસિક પુરાવા
:
પણ હવે ઇતિહાસને જૈનધમની પ્રાચીનતા વિષે શું કહેવાનું છે તે જોઈએ. વેદાદિ બ્રાહ્મણ ગ્રંથેામાં આવતા ‘ અરિષ્ટનેમિ ' શબ્દ તે નામના જૈન તીર્થંકરના સૂચક છે, એમ કેટલાકનું કહેવું છે. જૈતુ પરંપરા પ્રમાણે તે તેમને સબધ શ્રીકૃષ્ણ સાથે છે : આ જૈન પરંપરાનું સમન વેદમાંથી મળતું નથી. એટલું નક્કી કે પ્રાચીન કાળમાં ‘અરિષ્ટનેમિ' નામ પ્રચલિત હતું. તે જૈન તીય કરનું હાય પણ ખરું અને ન પણ હોય. મહાભારતમાં સહદેવે વેશપલટો કરી વિરાટની સભામાં પેાતાને પરિચય આપતા કહ્યું છે કે “ વૈશ્યોમ નામ્નામ્બરિષ્ટનેમિ ’( વિરાટપર્વ, દામે! અધ્યાય, શ્લાક ૫) – હું વૈશ્ય છું અને મારૂં નામ ‘અરિષ્ટનેમિ' છે. અન્યત્ર મહાભારતમાં અરિષ્ટનેમિને જિનેશ્વર પણ કહ્યા છે. આ ઉપરથી એટલું તારવી રાકાય કે અરિષ્ટનેમિના અસ્તિત્વ વિષે સ ંદેહ કરવાને સ્થાન નથી. તેમને જો કૃષ્ણના સમકાલીન માનીએ તે મહાભારત કાળમાં એટલે કે ઈ. પૂ. ૧૪૦૦-૧૫૦૦ માં તેમને સમય કલ્પી શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org