________________
જૈનધમ ચિંતન
સ્કર્તાએ બ્રાહ્મણુ વના લેકે નહિ પણ ક્ષત્રિય વર્ણીના લેાકેા હતા. યજ્ઞવિદ્યામાં કુશળ ઋષિએ પણ એ આત્મવિદ્યાને પ્રાપ્ત કરવા ક્ષત્રિયા પાસે જતા. આ સૂચવે છે કે શ્રમણ પરંપરાને વિજય બ્રાહ્મણા ઉપર શારીરિક બળે નહિ પણ આત્માને બળે થયેા. તે એટલે સુધી કે ઉપનિષદ્ અને ત્યાર પછીના કાળમાં તે। યજ્ઞને બદલે આત્મા જ બ્રાહ્મણુ સંસ્કૃતિમાં પ્રધાન થઈ ગયા. આ કાળ શ્રમણ-બ્રાહ્મણસ`સ્કૃતિના સમન્વયનેા હતા, આય—અનાય સંસ્કૃતિના સમન્વયનેા હતેા. એ કાળ તે ભગવાન મહાવીર અને બુદ્ધને સમય છે.
શ્રમણ અને બ્રાહ્મણના સમન્વયના ફળરૂપે શ્રમણાએ બ્રાહ્મણે પાસેથી નવું સ્વીકાર કર્યુ અને બ્રાહ્મણેાએ શ્રમણેા પાસેથી નવું સ્વીકાર કર્યું”. બ્રહ્મને અર્થ, જે પહેલાં યજ્ઞ અને તેના મા કે સ્તાત્રેા થતા હતા, તેને બદલે બ્રહ્મ એટલે આત્મા એમ થવા લાગ્યા. શ્રમણે! પેાતાના શ્રેષ્ઠ પુરુષોને આર્યાંના નામથી એળખવા લાગ્યા; અને પેાતાના ધર્માંતે એમણે આ ધનું નામ આપ્યું. યજ્ઞ એ શ્રમણાએ પણ સ્વીકાર્યાં અને તેના આધ્યાત્મિક અર્થ કર્યાં. તે પેાતાના સંધના શ્રમણાને બ્રાહ્મણના નામથી પણ સોધવામાં ગૌરવ અનુભવ કરવા લાગ્યા. પેાતાના આચારધર્મનું નામ બ્રહ્મચ રાખ્યું, બ્રહ્મવિહાર રાખ્યું. બ્રાહ્મણેામાં બ્રહ્મચર્યના અથ વેદપાનની ચર્યાં એમ હતા તેને બદલે શ્રમણાએ એ જ બ્રહ્મચર્યંતે પોતાની આધ્યાત્મિક સાધનાના આચારરૂપે એળખાવ્યું. બ્રાહ્મણામાં જ્યાં સન્યાસ કે મેાક્ષનું નામ પણ ન હતુ, ત્યાં એ વસ્તુ શ્રમણા પાસેથી લઈને તેમણે આત્મસાત્ કરી દીધી. ભૌતિક બળમાં શ્રેષ્ઠ અને મનુષ્યના પૂજ્ય એવા ઇન્દ્રાદિ દેવાને શ્રમણાએ જિને ના-મનુષ્યના પૂજકસેવકનું સ્થાન આપ્યું અને બ્રાહ્મણાએ એ જ ઇન્દ્રાદિની પૂજાને બદલે આત્મપૂજા શરૂ કરી, અને શારીરિક સંપત્તિ કરતાં આત્મિક સોંપત્તિને મહત્ત્વ આપ્યું. અથવા તે, કહેા કે, ઇન્દ્રને આત્મામાં ફેરવી નાખ્યા. ટૂંકામાં, બ્રાહ્મણધર્મનું રૂપાન્તર બ્રહ્મધર્મ' અર્થાત્ આત્મધર્માંમાં" થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org