________________
જેનધર્મચિંતન શકાય તેવું તત્ત્વ પણ હોવું જોઈએ, અન્યથા ચૈતન્યમાં બંધ અને મેક્ષ, સંસાર અને નિર્વાણની ઘટના સંભવે નહિ. વેદાંતમાં માયા, મિથ્યાત્વ, અજ્ઞાનને ચેતન્યવિધી માનવામાં આવે છે, પણ માયાને સત્ શબ્દથી કહેવામાં તેઓ સંમત નથી, પણ તેને અનિચ કહે. છે. તે એટલા માટે કે, બ્રહ્મથી માયાને ભિન્ન પણ નહિ તેમ જ અભિન્ન પણ નહિ એવી તેઓ માને છે. એ ગમે તે હો, પણ માયા. જેવું કાંઈક પણ–ભલે તેને તેઓ સસ્ત શબ્દથી કહેવા ન માગે—માન્યા વિના તો ચાલતું જ નથી. એ જ તો જૈનો કહે છે કે, જડ તત્ત્વ છે, જેને કારણે આત્મા બંધનમાં પડે છે. માયાને જે સત્ માનવામાં આવે તો બ્રહ્મ અને માયા એમ બે સત થાય તે અદ્વૈત સિદ્ધ ન થાય અને જે માયાને અસત કહેવામાં આવે તો અસતથી પ્રપંચ કેમ ઘટે ? આત્મા આત્માથી બંધાય નહિ પણ અનાત્માથી બંધાય, માટે આત્મા અને અનાત્મા–અજીવત–બને સ્વીકારવાં આવશ્યક છે, આથી વેદાંત દર્શનને પણ આંશિક સત્યરૂપે સંગ્રહાયમાં જૈનાચાર્યોએ સમાવિષ્ટ કર્યું છે.
જૈનની જેમ જ સાંખે પણ જીવ અને અજીવ એ બે તોને પુરુષ અને પ્રકૃતિરૂપે માને છે. અને પ્રકૃતિમાંથી જ સમગ્ર જડસૃષ્ટિનો વિકાસ પુરુષ સંપર્કને કારણે સ્વીકારે છે. નૈયાયિકાદિદર્શને પણ જીવ અને જડ સૃષ્ટિ સ્વીકારે છે. આથી કેવળ જીવઆત્મા માને એ જૈન દૃષ્ટિએ આંશિક સત્ય છે; પૂર્ણ સત્ય જીવ અને અજીવ બને માનવામાં આવે તો બને.
આ જ ન્યાયે કેવળ વિજ્ઞાનવાદ, શૂન્યવાદ અને શબ્દાદ્વૈતવાદને પણ જેનો આંશિક સત્ય માની સંગ્રહનયમાં સ્થાન આપે છે.
જુસૂત્રનય–વેદાન્તને મતે સત્ તે કહેવાય, જે વૈકાલિક હોય. પણ તેથી વિરુદ્ધ બૌદ્ધોએ કહ્યું કે, સત તે જ કહેવાય, જે માત્ર વર્તમાનકાલિક હોય, અન્ય નહિ. વેદાંતને મતે સર્વ પ્રપંચન સંગ્રહ એક બ્રહ્મમાં–એક સામાન્ય સતમાં થઈ જાય છે. તેથી પૃથફ કાંઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org