________________
અનેકાંતવાદ
૧૮૩
રહેતું નથી. પણ તેથી વિરુદ્ધ .બૌદ્ધોએ કહ્યું કે, સામાન્ય જેવી વસ્તુ ં કોઈ છે જ નહિ, જે સ સંગ્રાહક હેાય; માત્ર વિશેષો જ છે, અને તે સૌ પૃથક્ પૃથક્ છે, અને ક્ષણિક છે; સંસારમાં નિત્ય એવી કેાઈ વસ્તુ જ નથી. બૌદ્ધોના આ વાદ પર્યાયનયના એક ભેદ ઋ 'સૂત્રમાં સમાવિષ્ટ છે. બૌદ્ધ અને વેદાંત પરસ્પરવિરાધી મતભ્યેા છે. પણ જૈતાએ એ બન્નેને આંશિક સત્ય માની પેાતાનાં દ્રવ્ય-પર્યાયવાદમાં સમાવી લીધાં છે. દ્રવ્ય એ વૈકાલિક સત–નિત્ય છે, પણ તેનાં પરિણામે-વિશેષો અનિત્ય છે, એમ કહી ઉક્ત બન્ને વિરાધી વાદોના એણે સમન્વય કર્યાં છે. વેદાંતનો જૈન સંમત સંગ્રહનયમાં સમાવેશ છે, તે બૌદ્ધોનો પર્યાયનયના એક ભેદ ઋજીસૂત્ર નામના નયમાં છે. જેનો વસ્તુને સામાન્ય વિશેષાત્મક માને છે, આથી તે બન્ને નયોને તેમાં સ્થાન છે.
-
નૈગમનય—વેદાંતને મતે સત્ તે જ કહેવાય જે વૈકાલિક હોય. આની સામે ન્યાય–વૈશેષિક દર્શનની માન્યતા છે કે આત્મા આદિ પદાર્થો ત્રૈકાલિક સત્ છે, પણ બધાં કાયદ્રવ્યો ત્રૈકાલિક સત્ નથી હતાં. તેઓ તે પ્રથમ અસત હોય, પણ પછી સત્ થાય અને પાછા અસત્ થઈ જાય. વળી કેટલાક પદાર્થો માત્ર સામાન્ય છે, કેટલાક માત્ર વિશેષ છે અને કેટલાક સામાન્ય-વિશેષ છે. પણ વેદાંતની જેમ જે કાંઈ સત્ છે તે માત્ર સામાન્ય જ છે, અર્થાત્ સર્વાંસંગ્રહી જ છે, એક જ છે, એમ ન્યાય વૈશેષિકા માનતા નથી. વૈશેષિકાના આ મંતવ્યને જૈન દર્શને નૈગમનય કહ્યો છે, એટલે કે તે સામાન્ય અને વિશેષ બન્નેને માને છે. માત્ર સામાન્ય કે વિશેષને નહિ; પરંતુ આમ છતાં તેએ એક જ વસ્તુને સામાન્ય-વિશેષાતાત્મક તે। નથી જ માનતા, જેવી રીતે જૈને માને છે. આથી તેઓનો મત પણ એક સ્વતંત્ર નય છે. જૈનોનું મંતવ્ય છે કે, સામાન્ય વિના વિશેષ ન હેાઈ શકે અને વિશેષ વિના સામાન્ય ન હોઈ શકે. આથી અન્ને પરસ્પરાશ્રિત હાઈ સ્વતંત્ર નથી; એકજ વસ્તુના બે પાસા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org