SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ••••••••••••••••••••• ૧૮૦ જેનધામસિંહ અજ્ઞાનવાદનો આશ્રય આપણે જ્યાં ત્યાં જોઈએ જ છીએ અને શાસ્ત્રોમાં પણ એનું સમર્થન કરે એવાં વાક્યો છે. હદમાં જ કહ્યું છે – “ય વે... માઝાતા યુકત ફયં વિષ્ટિ :: .......... વો અસાધ્યક્ષ વચ્ચે સોમન્ હો ૩ વૈદ્ર ચઢિ વા વેવા” ભર્તુહરિએ કહ્યું છે – " यत्नेनानुमितोऽप्यथः कुशलैग्नुमातृभिः । મયુત્તરે ચે–રજેવોપાત ” એક કુશલ પુરુષ એક રીતે અનુમાનથી વસ્તુન્નાન કરે છે, પણ તેથી વધારે કુશલ પુરુષ હોય તે તેના એ અનુમાનજ્ઞાનને ઉથલાવી પાડે છે. ત્યાં કેના અનુમાનજ્ઞાન ઉપર ભરોસે કરે? જૈન શાસ્ત્રોમાં પણ અજ્ઞાનવાદને ક્રિયાવાદ આદિ ચાર વાદોના એક ભેદ તરીકે ઉલ્લેખ આવે જ છે. આમ અજ્ઞાનવાદ ખરી રીતે મનુષ્યજાતિ જેટલે જ જૂને ગણું શકાય. વળી, મીમાંસકોએ તો જ્ઞાન કરતાં કર્મને જ મહત્વ આપ્યું છે અને તે રીતે જ્ઞાન નહિ તે અજ્ઞાન એ અર્થમાં તેમને કર્મવાદ પણ એક પ્રકારને અજ્ઞાનવાદ જ છે. આ બધા પ્રકારના અજ્ઞાનવાદનો સમાવેશ જૈનસંમત વ્યવહારનયમાં છે. અને તે મતનો સમન્વય જેનોએ જીવ અને અજીવ તત્ત્વ માનીને તથા આત્મામાં–સંસારી આત્મામાં–જ્ઞાન-અજ્ઞાન બને માનીને કરેલ છે. પરમ તત્વનું ભલે પ્રત્યક્ષ જ્ઞાન ન હોય, પરંતુ પરોક્ષ જ્ઞાન એ કાંઈ અજ્ઞાન જ છે એમ કહી ન શકાય. વળી, અજ્ઞાનવાદીએ દાર્શનિકેનાં લક્ષણોમાં વિરોધ દર્શાવ્યો છે, પણ તે વિરોધદર્શનને તે તેને જ્ઞાન જ માનવું પડે છે, અન્યથા વિરોધ સિદ્ધ નહિ થાય. આમ લોકવ્યવહારમાં પણ જ્ઞાન-અજ્ઞાન બન્નેથી કાર્યસિદ્ધિ થાય છે, નહિ કે એકલા અજ્ઞાનના આશ્રયથી. મીમાંસક વેદોનું તાત્પર્ય ભલે કર્મમાં માને, પણ એ કર્મ વિષે તે યથાર્થ જ્ઞાન જોઈએ જ ને? આમ કામ પતે ભલે જ્ઞાન રૂપ ન હોય, પણ તે વિષેનું જ્ઞાન જે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001055
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Ratilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1965
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Principle
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy