________________
૧૬૨
જૈનધર્મચિંતન વાની છે, તે તો પ્રાપ્ત થતી નથી, ત્યારે એ ધ્યાનમાર્ગ છેડીને બીજા ગુરુની તલાશ કરે છે અને ક્રમે કરી નિરાહારી બને છે, એમ તેમની જીવનકથામાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે. તેમણે અનશનના - ઉપવાસના માર્ગમાં એટલી બધી ઉત્કટ તપસ્યા કરી કે તેમને જેનાર પારખી શકતા નહીં, કે આ કોઈ જીવિત વ્યક્તિ છે. તેઓ શબ કે હાડપિંજર જેવા થઈ ગયા. તેમની આ તપસ્યા ધ્યાનવિહીન તપસ્યા હતી એ પણ ફલિત થાય છે. એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તેમને “ઉપદેષ્ટાઓએ કહ્યું, કે આ કાયલેશને માર્ગ એ જ ખરે મુક્તિનો માર્ગ છે. એટલે તેઓ ધ્યાનમાર્ગ છોડીને આ કાયલેશને માગે સંચર્યા. પણ આથી તો કેવળ શરીર સુકાયું અને આત્મામાં બધિનું જાગરણ થયું નહીં ! આથી અંતે હારીને તેમણે આ કાયક્લેશનો ભાગ છેડ્યો અને ફરી પાછો ધ્યાનમાર્ગ અપનાવ્યું અને સ્પષ્ટ કહ્યું કે આ કાયક્લેશને માર્ગ એ મુકિતને માર્ગ નથી.
આટલા વિવરણથી સ્પષ્ટ છે કે ભગવાન બુદ્ધે આંતર, બાહ્ય, આંતર–એમ ક્રમે કરી તપસ્યા કરી, તેના પરિણામરૂપે તેમને કાયફલેશ વિષે કડવો અનુભવ છે. કાયલેશની એક મર્યાદા છે, એટલે કે તે માત્ર આંતર તપસ્યાના સાધનરૂપ છે; તેને બદલે મુક્તિના એકમાત્ર સાધનરૂપે કાયફલેશને માનીને બુદ્ધે તેનું આચરણ કર્યું. આથી તેમને તેમાં નિષ્ફળતા મળે તે સ્વાભાવિક જ છે. પણ જો ભગવાન મહાવીરની જેમ બુદ્દે પણ કાયક્લેશને મુક્તિના સાક્ષાત્ કારણરૂપે નહીં પણ આંતર તપસ્યાના–ધ્યાનરૂપ તપસ્યાના-સાધનરૂપે માન્યું હત તે જે પ્રકારની નિરાશા તેમણે અનુભવી તે પ્રકારની અનુભવવી ન પડત. આમ બુદ્ધ તપસ્યાનો માર્ગ એ મુક્તિ માર્ગ નથી એમ જે કહ્યું તે પણ એક રીતે તે સાચું જ છે, કારણ, તેમની તપસ્યામાં માત્ર કાયકલેશને સ્થાન હતું. પણ મહાવીરનો અનુભવ આથી જુદો જ હતો. આથી તેઓ કાયાક્લેશને પણ એક ગૌણ સાધન તરીકે સ્વીકારી શક્યા. પરિણામે ભગવાન મહાવીરે પિતાના ઉપદેશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org