________________
ભગવાન મહાવીર
૧૪પ –દુઃખ આપી શકવાનું સામર્થ ઈશ્વર કે દેવામાં નથી. તમારા કર્મો જ તમને સુખી કે દુઃખી બનાવે છે. સારું કામ કરે તો સારું ફળ પામ અને ખરાબ કર્મ કરે તે ખરાબ ફળ ભોગવવા માટે તૈયાર રહો.
જીવ જ ઈશ્વર છે અને ઈશ્વર કે દેવ, એ તે તમે પોતે જ છે. તમારામાં અનંત શક્તિ, અનંત જ્ઞાન, અનંત સુખ છુપાયેલાં છે. તેને આવિર્ભાવ કરી તમે જ ઈશ્વરરૂપ બની શકે છે. પછી તમારામાં અને મારામાં તત્વતઃ કઈ ભેદ જ રહેતો નથી. આપણે બધા ઈશ્વર છીએ. ભક્તિ કે પૂજા કરવી જ છે તે પોતાના આત્માની કરો. અંતરાત્માને રાગ અને દ્વેષ, મેહ અને માયા, તૃષ્ણ અને ભયથી મુક્ત કરો—એથી વિશેષ કોઈ પૂજા, કોઈ ભક્તિ શ્રેષ્ઠ હોઈ શકે નહિ. જે બ્રાહ્મણોને તમે મધ્યસ્થ બનાવી દેવાનું આહ્વાહન કરે છે, તેઓ તો અર્થશૂન્ય માત્ર વેદપાઠ જ કરી જાણે છે. ખરે બ્રાહ્મણ કેવો હોય છે તે હું તમને બતાવું છું –
ખરે બ્રાહ્મણ - જે પિતાની સંપત્તિમાં આસક્ત નથી; ઈષ્ટવિયેગમાં શેકાકુલ થતું નથી, તપ્ત સુવર્ણની માફક નિર્મળ છે; રાગદ્વેષ અને ભયથી રહિત છે; તપસ્વી અને ત્યાગી છે; બધા જીવો પ્રત્યે સમભાવ રાખે છે અને તેથી કઈ પણ જીવની હિંસા કરતો નથી; ક્રોધ, લેભ, હાસ્ય કે ભયને કારણે અસત્ય બોલતો નથી; ચેરી કરતો નથી; મન, વચન અને કાયાને સંયમમાં રાખે છે; બ્રહ્મચર્ય પાળે છે અને નિષ્પરિગ્રહી છે–તે જ ખરો બ્રાહ્મણ છે. આવા સુચરિત બ્રાહ્મણના સાંનિધ્યમાં રહી પોતાના આત્માનું ચિંતન, મનન અને નિદિધ્યાસન કરી આત્મસાક્ષાત્કાર કરે. આ જ ભક્તિ છે, પૂજા છે અને સ્તુતિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org