________________
૧૪૬
જૈનધર્મચિંતન ખરે યજ્ઞ ખરા યજ્ઞનું સ્વરૂપ પણ ભગવાને બતાવ્યું કે જીવહિંસાને ત્યાગ, અસત્ય, ચેરી અને અસંયમને ત્યાગ, સ્ત્રી, માન અને માયાનો ત્યાગ, આ જીવનની આકાંક્ષાને ત્યાગ, શરીરના મમત્વને પણ ત્યાગ –આ પ્રમાણે દરેક પ્રકારની બૂરાઈઓનો જે પરિત્યાગ કરે છે તે જ ખરો મહાયાજ (મોટા યજ્ઞો કરનાર) છે. યજ્ઞયાગમાં સર્વભક્ષી અગ્નિનું કાંઈ પ્રયોજન નથી; જરૂર હોય તે તપશ્ચર્યારૂપી તેજસ્વી અગ્નિને પ્રગટાવવાની છે.
પૃથ્વીને ખેદીને કુંડ બનાવવાની કેઈ આવશ્યકતા નથી. -જીવાત્મા જ અગ્નિકુંડ છે. લાકડાની બનેલી કડછીની પણ કોઈ જરૂર નથી. મન, વચન અને કાયાની પ્રવૃત્તિ જ કડછીનું કામ આપશે. ઈશ્વન બાળવાની પણ શી જરૂર છે? પિતાનાં કર્મોને–પિતાના પાપકર્મોને–જ બાળી દે. આવો સંયમરૂપ યજ્ઞ જ શાન્તિદાયી અને ઋષિઓ દ્વારા પ્રશંસનીય હોવાથી ખરે યજ્ઞ છે.
શૌચ તે વખતે બહારની શુદ્ધિ-સફાઈનું અને તેના સાધન તીર્થ જલનું એટલું બધું મહત્વ વધી ગયું હતું કે કોઈક તીર્થસ્થાને જળસ્નાન કરવા માત્રથી લોકે પિતાને પરમપવિત્ર થયેલ સમજતા હતા. ખરી રીતે આ બાહ્ય શૌચથી અંતઃશુદ્ધિ થતી નથી. સાચું શૌચ કેવું હોવું જોઈએ એનું સ્પષ્ટીકરણ પણ ભગવાને કરી દીધું કે –
ધર્મ એ ખરું જળાશય છે, અને બ્રહ્મચર્ય જ શાંતિદાયક તીર્થ છે. આ તીર્થસ્થાને જલસ્નાન કરવાથી આત્મા નિર્મળ અને શાંત થાય છે. ભગવાને તે કેવળ જલસ્તાન દ્વારા પવિત્રતા થવાની વાતને નિરર્થક બતાવતાં સ્પષ્ટ જ કહ્યું છે કે, સવાર-સાંજ સ્નાન કરવાથી જ જે મોક્ષ-લાભ થતો હોય તે જલચરને સૌથી પહેલાં અને શીઘ મોક્ષ મળવો જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org