________________
૧૪૦
જૈનધર્મચિંતન અપૂર્ણતામાંથી પૂર્ણતા તરફ પ્રસ્થાન કરનાર એક અપરાજિત અપ્રમત્ત સંયમી-પુરુષનું ચરિત્ર ત્યાં વર્ણિત છે. આ ચરિત્રની જેનધર્મના આચરણના વિધિનિષેધોની સાથે તુલના કરવાથી એ સ્પષ્ટ જણાય છે કે, ભગવાન મહાવીરે પોતે જે પ્રકારની સંયમ સાધના કરેલ છે તે જ સાધનાને ભાગે બીજાઓને લઈ જવાને તેમણે ઉપદેશ અને પ્રયત્ન કરેલ છે.
ગૃહત્યાગ કર્યા બાદ તેમણે કઈ દિવસ વસ્ત્રનો સ્વીકાર કર્યો નથી. એ કારણે કઠોર શીત, ગરમી, ડાંસ-મચ્છર અને નાના શુદ્ધ જતુજન્ય પરિતાપ કે પરિષહ આવી પડ્યા તે બધા સમભાવપૂર્વક તેમણે સહન કર્યા. તેમણે કોઈ ઘરને પિતાનું ન બનાવ્યું. સ્મશાન અને અરણ્ય, ખંડેરે અને વૃક્ષછાયા એ જ તેમનાં આશ્રયસ્થાને હતાં. નગ્ન હોવાને કારણે ચપળ બાળકો ભગવાનને પોતાના ખેલનું સાધન બનાવી તેમની ઉપર પથ્થર અને કાંકરાએ ફેકતા, છતાં એમની સંયમસાધનામાં વિક્ષેપ ન થયો. રાત્રે નિદ્રાને ત્યાગ કરી તેઓ ધ્યાનસ્થ રહેતા અને નિદ્રાથી બચવા માટે ડું ચક્રમણ કરી લેતા. કેઈ કઈ વાર પહેરેદારે તેમને ખૂબ હેરાન કરતા. ગરમ પાણી કે ભિક્ષાચર્યામાં જે કાંઈ મળતું તેનાથી કામ ચલાવી લેતા; પરંતુ કઈ દિવસ પિતાના નિમિત્તે બનાવેલા અન્ન-પાણીનો સ્વીકાર ન કરતા. બાર વર્ષની કઠોર તપશ્ચર્યામાં, પરંપરાનુસાર, તેમણે કુલ ૩૫૦ દિનથી અધિક ભોજન જ કર્યું ન હતું. આ જિતેન્દ્રિય મહાપુરુષે માન-અપમાનને તો સમભાવપૂર્વક સહેવામાં જ પિતાનું હિત જોયું હતું. તેઓ એટલા બધા સંયમી અને મર્યાદાના જાણકાર હતા કે તેમને ઔષધના પ્રયોગની આવશ્યકતા જ પડી નહિ. અનાર્ય દેશમાં તેમણે વિહાર કર્યો ત્યારે ત્યાંના અજ્ઞાની લેકેએ તેમના તરફ કૂતરાંએને દેડાવ્યાં, પરંતુ તે દીર્ઘતપસ્વી દુઃખોની જરા પણ પરવા ન કરતાં પોતાના ધ્યાનમાં જ અટલપણે મગ્ન રહ્યા.
આ પ્રમાણે પિતાના કષાયોને જીતવા માટે, પિતાના દોષનેં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org