________________
ભગવાન મહાવીર
૧૩૯ સમભાવપૂર્વક સહન કરવી” એ તેમની પ્રતિજ્ઞા હતી. આ કઠોર પ્રતિજ્ઞાને તેમણે એક વીર પુરુષની માફક પાળી બતાવી. એ કારણે તેઓ મહાવીર પદને પામ્યા.
સંયમની સાધના કરવા માટે પોતાની પ્રવૃત્તિઓને સકુચિત કરવી આવશ્યક છે. કારણ કે મનુષ્ય ઈચ્છે તે પણ તે એકલે બધા જીવોના સુખ માટે પ્રયત્ન કરી શકતો નથી. પિતાની આસપાસના સમસ્ત જીવોને પણ તે બહુ જ મુશ્કેલીથી સુખી કરી શકે છે. તો પછી સંસારના બધા જીવોને સુખી કરવાની જવાબદારી તે એકલો. કેવી રીતે લઈ શકે ? પરંતુ એનો અર્થ એ નથી કે મનુષ્ય તે માટે કાંઈ જ ન કરવું. જગતના જીવોનું સુખ અને કલ્યાણ કરવાની ભધિનવાળા મનુષ્ય પોતાની મૈત્રીભાવનાનો વિસ્તાર કરવો જ જોઈએ; અને પિતાના શારીરિક વ્યવહારને, પોતાની આવશ્યકતાઓને એટલાં બધાં ઓછાં કરી દેવાં જોઈએ કે જેથી બીજાઓને જરા પણ કષ્ટ ન થાય. જે અનિવાર્ય હોય તેટલાં જ વ્યવહાર કે પ્રવૃત્તિ કરવાં જોઈએ. પોતાની પ્રવૃત્તિને-અનિવાર્ય પ્રવૃત્તિને–પણુ અપ્રમાદપૂર્વક કરવી જોઈએ. આનું નામ જ સંયમ છે અને તે જ નિવૃત્તિમાર્ગ છે.
ભગવાનની સાધના ભગવાન મહાવીરે અપ્રમત્ત ભાવે આ સંયમમાર્ગનું અવલંબન લીધું. આત્માને શુદ્ધ કરવા માટે, વિજ્ઞાન, સુખ અને શક્તિથી પરિપૂર્ણ કરવા માટે તેમ જ દોષાવરણને દૂર કરવા માટે તેમણે જે ઘર પરાક્રમ કર્યું છે તેનું વર્ણન આચારાંગના અતિ પ્રાચીન અંશ. પ્રથમ શ્રુતસ્કંધમાં કરવામાં આવેલ છે. તેને વાંચતાં જ એમની દીર્ધતપસ્વી તરીકેની સાધનાનો સચોટ ખ્યાલ આવે છે. એ ચરિત્રવર્ણન.. માં એવી કઈ દિવ્ય વાતનો ઉલ્લેખ નથી, એવો કઈ ચમત્કાર ચિત્રિત નથી, જે અપ્રતીતિકાર હોય અથવા અંશતઃ અસત્ય કે અસભવિત માલૂમ પડે. ત્યાં તેમનું શુદ્ધ માનવીચરિત્ર વર્ણિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org