________________
૧૩ તે રીતે સમય અને શક્તિ શોધીને પણ, માતા સરસ્વતીનું કામ કરવાનું આવી જ પડે છે ત્યારે, જાણે બળબળતા રણમાં મીઠી વીરડી સાંપડી હોય એવો આહલાદ થાય છે. આ પુસ્તકનું સંપાદન કરતાં મેં કંઈક આવો જ મધુર આલાદ અનુભવ્યું છે. સાચે જ, જીવનમાં વિદ્યાવિનોદ માણવાનો એક ધન્ય અવસર સાંપડી ગયે!
મારા દિલોજાન દસ્ત પંડિત શ્રી દલસુખભાઈ માલવણિયાના અગાધ પાંડિત્યનો અને સરળતા, સચાઈ અને સુજનતાથી મઘમઘતા એમના વ્યક્તિત્વને વિચાર કરું છું ત્યારે સહેજે પ્રશ્ન થાય છે કે એમનું પાંડિત્ય ચડે કે એમનું વ્યક્તિત્વ ચડે ? સોના અને સુગંધના સુમેળ જેવો અદ્ભુત મેળ શ્રી દલસુખભાઈના જીવનમાં આવા વિરલ પાંડિત્યનો અને આવા ઉમદા વ્યક્તિત્વનો માતા કુદરતે સાધી આપ્યો છે. બીજાઓને માટે જે પ્રયત્નથી પણ સાધ્ય નથી થતું, તે દલસુખભાઈમાં આપમેળે આવી મળેલું જોઈને ખરેખર, અદેખાઈ ઊપજે છે!
શ્રી દલસુખભાઈએ સત્યજિજ્ઞાસુની તાલાવેલીથી બધાંય ભારતીય દર્શન અને ધર્મોનો અભ્યાસ કર્યો છે અને એમાં જેટલે ઊંડે અને જેટલે દૂર જ પહોંચી શકાય એટલે પહોંચવાનો એમનો હમેશાં પ્રયાસ રહ્યો છે. આજે પણ એમનો આ પ્રયાસ વણથંભ્ય ચાલુ જ છે, એમ કહેવું જોઈએ. એમના આ પ્રયાસમાં પંડિત શ્રી વિધુશેખર શાસ્ત્રી, પૂજ્ય પંડિત શ્રી સુખલાલજી અને પૂજ્ય પંડિત શ્રી બેચરદાસજી જેવા ઋષિઓ સમા સારસ્વતોની લાંબા સમય સુધી આત્મીયતાભરી પ્રેરણું મળતી રહી : પરિણમે એમની વિદ્વત્તા સેળે કળાએ ખીલી ઊઠી.
“ન્યાયતીર્થ” જેવી એકાદ સામાન્ય પદવી; એ સિવાય ન કઈ મોટી પરીક્ષા કે ન કોઈ મોટી પદવી; છતાં તેઓ આજે પી. એચડ.ના અભ્યાસીઓના ગુરુપદને પામ્યા છે, અને કાશી વિશ્વવિદ્યાલય જેવી વિદ્યાસંસ્થામાં ભારે યશ રળીને અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર જેવી ગુજરાતની એક માતબર અને ખૂબ આશાપ્રેરક સંશોધન–સંસ્થાના ડિરેક્ટર પદે, કોઈ પણ જાતના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org