________________
૧૪
**
પ્રયત્ન વગર, પહોંચી શકયા છે, એ બીના અત્યારના કેવળ વધુ પડતા ડિગ્રીધેલા સમયમાં વિદ્યાના અથાઓને વિચાર કરવા પ્રેરે 'એવી, અને પ્રશાંત રીતે, નિષ્ઠાપૂર્વક વિદ્યાવ્યાસંગ કરનાર ઉપર માતા સરસ્વતીની કેવી અપાર કૃપા વરસે છે એ બતાવીને બીજાને સાચી વિદ્યા-ઉપાસના કરવાની પ્રેરણા આપે એવી છે.
શ્રી દલસુખભાઈ ભારતીય બધાં દાતા અને ધમઁના અભ્યાસી વિદ્રાન હેાવા ઉપરાંત પશ્ચિમના અથવા પરદેશના તત્ત્વજ્ઞાનનું પણ તેમણે યથાશકય આકલન કર્યુ છે. એને લીધે એમની ઐતિહાસિક અને તુલનાત્મક દૃષ્ટિ વધુ વિશદ બની છે. ઉપરાંત ઇતિહાસ અને તુલનાથી પર લેખાતી પ્રાચીન પરપરાનું પણ તેએ એ રીતે મહત્ત્વ કે મૂલ્યાંકન આંકવા ટેવાયેલા છે, અને છતાં એમની દૃષ્ટિ તે હમેશાં વ્યક્તિ અને સમાજ બન્નેને અભ્યુય સાધી શકે એવા સત્ય કે સારને તારવવાની જ રહે છે. કહેવું જોઇ એ કે સહૃદયતાપૂર્ણ, ગુણુશેાધક અને સત્યગ્રાહી વિદ્વત્તાનું જ આ સુપરિણામ છે.
જૈન સંસ્કૃતિના તે તેએ વિશિષ્ટ, સિદ્ધહસ્ત અને મજ્ઞ અભ્યાસી છે. જૈનધર્માંના પ્રાણભૂત સમગ્ર આગમગ્રંથેનું અને જૈન દાનના પ્રાણુરૂપ બધા દાર્શનિક ગ્રંથાનું એમણે સમાનભાવે ઊંડુ અધ્યયન કર્યુ છે. આને લીધે જૈન આચાર અને એ આચારના પાયારૂપ જૈન તત્ત્વજ્ઞાનના તેએ એક અધિકૃત વિદ્વાન બની શક્યા છે. જૈનધર્મના એ પ્રાચીન સંપ્રદાયા શ્વેતાંબર અને દિગબર અને ઉત્તરકાલીન અથવા તે કંઈક અર્વાચીન કહી શકાય એવા એ ફિરકાએ સ્થાનકવાસી અને તેરાપથી, તેમ જ ખીજા અવાંતર ક્રિકા-એના તાત્ત્વિક ભેદ તેમ જ મુખ્યત્વે કરીને આચારભેદને પણ તે સારી રીતે જાણે છે. એ કહેવાની જરૂર નથી કે આને લીધે તે સમગ્ર જૈન સાહિત્યના પણુ પંડિત બન્યા છે. જૈન સંસ્કૃતિનું આવું સર્વ સ્પર્શી અધ્યયન એમણે ભારતીય દર્શીતા, ધર્માં અને સાહિમ્ના પ્રવાહાને નજરમાં રાખીને કર્યુ છે, તેને લઈને એમના નિરૂપણમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org