________________
८
જૈનધર્મ અને ઐાદ્ધધર્મ
અહી. જૈનધમ એટલે મહાવીર ભગવાને પ્રરૂપેલ ધર્મ અને તેનું સ્વરૂપ અને બૌદ્ધધર્મ એટલે ભગવાન મુદ્દે બતાવેલ મા એ મર્યાદા સ્વીકારી છે. આમ તે જૈનધમ અનેક પ્રમાણેાથી બૌદ્ધધ કરતાં અતિ પ્રાચીન સિદ્ધ થાય છે, પણ આ નિરૂપણમાં જૈનધર્મીના એ પ્રાચીન રૂ૫ સાથે નહીં પણ ભગવાન મહાવીરે જૈનધમ તે જે રૂપ આપ્યું તેની સાથે સંબંધ છે. એટલે મહાવીરને જૈનધમ અને યુદ્ઘના બૌદ્ધ ધ—એની ચર્ચા અહી વિવક્ષિત છે, એ ધ્યાનમાં રાખવું જોઈ એ.
શ્રમણ પરંપરાનાં સામાન્ય લક્ષણા
જૈન અને બૌદ્ધ એ બન્ને ધર્માં, ભારતવમાં જે એ ધપરંપરાએ બ્રાહ્મણ અને શ્રમણના નામે પ્રસિદ્ધ છે, તેમાંની શ્રમણ પરંપરા સાથે સંબંધ ધરાવે છે. શ્રમણ પરંપરાની વિશેષતાઓમાં મુખ્ય નીચેની ગણાવી શકાય :
દુનિયા પ્રત્યે વૈરાગ્ય અર્થાત્ સાંસારિક સોંપત્તિને વધારવાનું નહિ પણ તેના ત્યાગનું વલણ એ શ્રમણ પરંપરાનુ મુખ્ય લક્ષણ છે. જગતના મૂળ કારણરૂપે કે કર્તારૂપે ઈશ્વર કે બ્રહ્મ જેવાં સત્તાને સર્વથા ઇન્કાર શ્રમણાને માન્ય છે. વિશ્વપ્રપ`ચ કેાઈ એક વસ્તુના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org