________________
જૈનધર્મ અને બૌદ્ધધર્મ
૧૦૩ વિકાર, પરિણામ કે વિવરૂપે છે–આ પ્રકારના અદ્વૈતવાદનો ઇન્કાર કરીને વિશ્વમાં અનેક તત્ત્વનું અસ્તિત્વ છે. આવી માન્યતા શ્રમણો ધરાવે છે. આત્મા એક જ છે એવું આત્માદ્વૈત નહિ પણ આત્મા કે ચિત્ત-ચૈતન્ય અનંત છે એવી તેમની માન્યતા છે. વળી, આત્મા અને અનાત્મા–ભૂતે સ્પષ્ટરૂપે વાસ્તવિક અને ભિન્ન છે એવો વિશ્વાસ, વિશ્વસ્વરૂપની વાસ્તવિક્તા, જીવની સાંસારિક અવસ્થા, અને શ્રમણમાર્ગ–ત્યાગ, તપસ્યા, ધ્યાન, સમાધિ આદિ–દ્વારા તેના નિવારણની શક્યતામાં વિશ્વાસ, સંસારનું કારણ કે, તે દ્વારા પુનઃ પુનઃ જન્મમરણ અને તેના નિવારણથી મોક્ષ, મોક્ષમાર્ગના ઉપદેશકો મનુષ્યો હતા, વેદ અનાદિ–અપૌરુષેય નથી–એવી બધી માન્યતાઓ શ્રમણોની છે. અને તેને પરિણામે આનુષંગિક માન્યતાઓ, જેવી કે વર્ણાશ્રમધર્મને અસ્વીકાર, ભિક્ષાચર્યા, અનિયતવાસ, સાધનામાં સ્ત્રી-પુરુષને સમાન અધિકાર, સંસ્કૃત જેવી વિદ્વાનોની ભાષાનો અનાગ્રહ આદિ પણ છે. આ બધા શ્રમણધર્મનાં સામાન્ય લક્ષણે જેન–બૌદ્ધ ધર્મમાં સમાન રૂપે જોવા મળે છે.
એ ઉપરાંત અરિહંત, તીર્થકર, શાસ્તા, જિન, બુદ્ધ જેવા શબ્દો બને માર્ગમાં સાધારણ છે. બન્નેમાં યજ્ઞ-યાગનો વિરોધ અને જાતિને વિરોધ સમાનભાવે છે. કેટલાંક ગૌતમ, સિદ્ધાર્થ જેવા વ્યક્તિવાચક નામે પણ સમાન છે. આ સ્ત્રવ, સંવર, મોક્ષ-નિર્વાણ, પુનર્જન્મ આદિ કલ્પનાઓ, ઉપસથ–પૌષધ જેવા આચારે, પ્રતિક્રમણ જેવી ક્રિયાઓ, અહિંસા આદિ વ્રતો, ભિક્ષુના વિનયના નિયમો, પ્રાયશ્ચિત્તો, શાસ્તા, સંધ અને ધર્મની મહત્તા--આવું આવું તો ઘણું બને ધર્મોમાં સમાન છે. છતાં પણ બને ધર્મની દાર્શનિક વિચારણા જુદી પડે છે, બન્નેના પ્રવર્તક જુદા પડે છે, એટલે બને ધર્મો પણ જુદા છે.
તીર્થકર અને બુદ્ધ જૈનધર્મ અને બુધ એ બન્નેમાં વ્યક્તિ પૂજ નહિ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org