________________
હિન્દુધર્મ અને જૈનધર્મ
જ્યારે એ યજ્ઞો જોયા ત્યારે તેમનો પણ ઉત્સાહ શમી ગયો. એ બતાવે છે વેદમૂલક છતાં અત્યારનો હિંદુધર્મ વેદની મૂળ માન્યતાથી કેટલો આગળ વધી ગયું છે.
આજે જેને આપણે હિંદુધર્મને નામે ઓળખીએ છીએ, તેના ઈતિહાસને વિચાર કરીએ છીએ ત્યારે તેનાં પાંચ રૂપે સ્પષ્ટ થાય છે –
(૧) વૈદિક ધર્મ–આજથી લગભગ સાડાત્રણ હજાર વર્ષ પૂર્વે,. જ્યારે આર્યો ભારતમાં આવ્યા ત્યારે, જે આચાર અને વિચાર સાથે લાવ્યા હતા તેને વૈદિક ધર્મ કે શ્રોતધર્મ તરીકે ઓળખાવવામાં આવે છે. એ ધર્મને, વિદ્વાનો માને છે તેમ, ભારત બહારનો ધર્મ જે રૂપે ભારતમાં આવ્યો તે રૂપે જ સમજવો જોઈએ. એમાં આડંબર વિનાના હિંસક યો એ ધાર્મિક આચારવિધિ હતો અને વિચારમાં જોઈએ તો અનેક દેવોની ઉપાસના તે યજ્ઞો દ્વારા થતી. પણ એવી ભૂમિકા સર્જાઈ ગઈ હતી કે તે બધા દેવો નામે ભલે જુદા હોય પણ તત્ત્વ તિ એક જ છે. ઉપાસનાને કોઈ ઉચ્ચ ઉદ્દેશ નહિ પણ શત્રુનાશ અને ભૌતિક સંપત્તિની વૃદ્ધિ એ હતો. પ્રાચીન વેદોમાં આ વિશ્વરચના કોણે, ક્યારે કરી, કેવી રીતે કરી ઇત્યાદી જિજ્ઞાસાના શમન માટે ઉત્કટ પ્રયત્ન થયો હતો, પણ હજી તેનો નિશ્ચિત ઉત્તર મળે ન હતો. સમાજરચનામાં ચાર વર્ગો હતા એ પણ જણાય છે. હિંદુધર્મની ભૂમિકારૂપે આ પ્રકારના વૈદિક ધર્મને મૂકી શકાય.
(૨) બ્રાહ્મણધર્મ–વૈદિક ધર્મની ભૂમિકાના ઉકત રૂપ પછીનો જે વિકાસ છે તે બ્રાહ્મણધર્મને નામે ઓળખાય છે. તે એટલા માટે કે તેનો આધાર વેદના પરિશિષ્ટરૂપે રચાયેલ “બ્રાહ્મણ” નામના પ્રત્યે છે. આમાં વેદના મૂળ મંત્રોનો વિનિયોગ ક્યાં કેવી રીતે કરવો અને વેદમાં જે સૂચિત કથા કે ઘટનાઓ છે તેને મેળ કેવી રીતે મેળવવો એ માટેનો પ્રયાસ છે. વેદ એ ઋષિઓ-કવિઓની રચના છે, તે બ્રાહ્મણગ્રન્થ પુરોહિતોની રચના છે. એ પુરોહિતને મૂળ ઉદ્દેશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org