________________
૭૮
જેનધર્મચિંતન પણ વિશ્વના સાહિત્યમાં પ્રાચીનતમ મનાય છે; જ્યારે ઉપલબ્ધ જેનાગ વિષે એમ નથી. આથી હિંદુધર્મની ઇતિહાસની સામગ્રીના અપાયા બહુ ઊંડા જાય છે, ત્યારે જૈનધર્મ વિષે એમ નથી એ સ્પષ્ટ છે. સામગ્રીન કાળને આ ભેદ છતાં વિદ્વાનોનું માનવું છે કે વેદમાં પ્રતિપાદિત ધર્મ, જેના પ્રવાહને આધારે હિન્દુધર્મનું નિર્માણ થયું છે, તે અને જૈનધર્મને મૂળ પ્રવાહ, એ બંને જુદા જ છે. વેદ અને વેદપ્રતિપાદિત ધર્મ એ ભારતમાં આયાત થયેલ છે, જ્યારે જૈનધર્મ તો ભારત બહારથી આયાત થયો નથી; તેમ જ તે વેદના આધારે ઉત્પન્ન પણ થયો નથી; પણ એ એક સ્વતંત્ર ધર્મપ્રવાહ છે એમ પ્રાયઃ સ્વીકારાઈ ગયું છે. હિન્દુધર્મની રચનાનો ઇતિહાસ બહુ રોચક છે. તેને વેદમૂલક કહેવામાં આવે છે અને તે વેદના પ્રવાહમાંથી નિષ્પન્ન થયેલ છે, એ પણ સાચું જ છે, છતાં પણ તેનો કાયાકલ્પ એ પ્રકારનો થયો છે કે જાણે તેને જૂના સાથેનો સંબંધ હોળીના હારડામાંના સૂતરના તાંતણું જેટલું જ રહ્યો છે. નવ ભાર એટલે બધો વધી ગયો છે કે તેને એ સૂતરના તાંતણારૂપ વેદ સંભાળી શકવા તો સમર્થ છે, છતાં પણ જાણે તેનું કોઈ અસ્તિત્વ દેખાતું નથી. એટલે કે આજના હિંદુધર્મના આચારમાં એટલું બધું પરિવર્તન થઈ ગયું છે કે તેમાંથી મૂળના વૈદિક આચારે પ્રાયઃ નામશેષ થઈગયાછે. વૈદિક આચાર યજ્ઞનો હતો, પણ વેદકાલીન યજ્ઞો અને આજના -યોમાં જમીન-આસમાનનું અંતર છે. વેદકાળના યજ્ઞો આજે થાય છે ખરા, પણ તે પ્રદર્શન માટે; આચારના–જીવનમાં વણાઈ ગયેલ આચારના–ભાગરૂપે નહિ. પ્રદર્શન માટે એટલા માટે કહું છું કે પૂના જેવા શહેરમાં માત્ર તે કાળે યજ્ઞો કેવા થતા હતા તે બતાવવા ખાતર કવચિત્ જ જૂની રીતે યજ્ઞો ગોઠવવામાં આવે છે, જેથી અભ્યાસીને તેના સ્વરૂપનું જ્ઞાન થાય. એને ઉદ્દેશ, તેવા યોના પુનઃ પ્રચારને નહિ પણ, માત્ર ઈતિહાસની જિજ્ઞાસા સંતોષવાનો હોય છે. વૈદિક યજ્ઞોને પુનઃ પ્રચાર શા માટે ન થાય એવી ભાવનાવાળા કરપાત્રી મહારાજે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org