________________
૮૦
જૈનધર્મચિંતન એટલે જ હતા કે કર્મકાંડ, જેમાં યનો જ મુખ્ય હતા, તેને વ્યવસ્થિત કરવા. આનું પરિણામ એ આવ્યું કે વૈદિક કાળના સીધાસાદા યજ્ઞો એક જટિલ કર્મકાંડરૂપે બની ગયા અને તે નિષ્ણાતોની સહાય વિના અસંભવ બની ગયા. આ કારણે સમાજમાં પુરોહિતવર્ગનું મહત્ત્વ વધી ગયું અને તેમણે ગુરુપદ લીધું. આ યજ્ઞમાં સામગ્રી વધી. ગઈ, વિધિની જટિલતા વધી ગઈ. ઉપરાંત યજ્ઞોની વિવિધતા પણ વધી ગઈ. સમગ્ર સમાજને લાંબા કાળ સુધી યજ્ઞકાર્યમાં ફસાઈ રહેવા વારો આવ્યો. જાણે કે જીવન યજ્ઞમય જ બની ગયું અને યજ્ઞ એ જ પરમાત્મા અને સૃષ્ટિ પણ બની ગયું ! અને તેમાં બ્રાહ્મણ વર્ણ, જે પુરોહિતવર્ગ હતો, તેનું પ્રાધાન્ય થઈ ગયું. આ સમયમાં વિચારેમાં કાંઈ વિશેષ વિકાસ થયો હોય એમ જણાતું નથી. પણ યજ્ઞમાં -કર્મકાંડમાં–જ જાણે બધું સમાઈ જતું હોય એવું વાતાવરણ સર્જાયું. આજથી ત્રણ હજાર વર્ષ પહેલાંના હિંદુધર્મનું આવું રૂપ તે બ્રાહ્મણધર્મ.
(૩) સંક્રાંતિકાળ–આ પછીનો કાળ તે સક્રાંતિ કાળ છે. ઉપનિષદ કે વેદાંતને નામે ઓળખી શકાય તેવું હિંદુધર્મનું રૂપ આ કાળમાં હતું. આર્યો જેમ ઉત્તરથી પૂર્વ તરફ આગળ વધતા ગયા તેમ તેમનો ભારતીય પ્રજા સાથેનો સંપર્ક વધતો ગયો અને તેને પરિણામે વિચારેનું પૂર વૈદિક ધર્મમાં આવ્યું. કર્મકાંડની જટિલતા. અને બ્રાહ્મણોના વર્ચસ્વ સામે એક પ્રકારનો બળવો જાગે. પરિણામે યો “ફૂટેલ નૌકા” છે એવું એકાંતિક વલણ પણ લેનારા વિચારકે. પાક્યા, અને જૂને ચીલે છોડી આચાર અને વિચારની શુદ્ધિ કરવી. જોઈએ એ પ્રકારનું વલણ વધ્યું. આથી, આપણે જોઈએ છીએ કે, ઉપનિષદોમાં યજ્ઞવિચાર કરતાં બ્રહ્મનો વિચાર વિશેષરૂપે થયો છે. અને યજ્ઞના કર્મકાંડોમાં રસ ઓછો થઈ આત્મા વિષેના ચિંતનમનનમાં રસ વધ્યો છે. અને આ સૃષ્ટિની ઉત્પત્તિ ક્યાંથી કેવી રીતે થઈ છે એ વિશેના નાના પ્રકારના વિતર્કો વિના રોકટોક ચાલુ થઈ ગયા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org