________________
સમયદશી આચાર્ય
પ યુદ્ધમાં ક્યારેક સામો હુમલો કરવો પડે છે, તે ક્યારેક પીછેહઠ કરવી જરૂરી થઈ પડે છે. બનેનો હેતુ ઓછી ખુવારીએ વધુ લાભ હાંસલ કરવાનું હોય છે.
આ બધાને સાર એ છે કે સમય અને પરિસ્થિતિ પ્રમાણે વિચાર અને વર્તનમાં ફેરફાર કરવામાં આવે તે જ ટકી શકાય અને આગળ વધી શકાય; નહીં તે આપણું પિતાના જ હાથે આપણું પિતાના જ અંગને છેદ કરવા જેવો ગેરલાભ ભેગવવાનો વખત આવે, અને વિકાસ અટકી જય.
એટલા માટે જ ધાર્મિક, સામાજિક, રાજકીય, શિક્ષણ-સંસ્કારને લગતા કે માનવજીવન અને માનવસમૂહના યુગક્ષેમ સાથે સંબંધ ધરાવતા આચાર-વિચારે, નીતિ-નિયમ અને રીત-
સ્વિામાં સમયે સમયે, પરિસ્થિતિ અને પ્રગતિની જરૂરિયાત પ્રમાણે, ફેરફાર કરતાં રહેવાનું જરૂરી લેખવામાં આવ્યું છે. એમ ન થાય તો જે રીત-રિવાજો આજે લાભકારક અને પ્રગતિના પ્રેરક બનતા હોય એ જ જતે દિવસે, પગમાં પડેલા ઘંટીના પડની જેમ, ભારરૂપ અને પ્રગતિના રેધક બની જાય; અને એક વખતની હિતકારક વ્યવસ્થા, ખાબોચિયાના બંધિયાર પાણીની જેમ, સમય જતાં નકામી અને નુકસાનકારક બની જાય. સરિતાનું સતત વહેતું પાણી જ સ્વરછ રહી શકે છે, એનો બોધપાઠ આ જ છે. એટલા માટે જ “કાંતિ અમર રહો” એ સૂત્રનું માનવસમાજની સુવ્યવસ્થા, સુખકારી અને ઉન્નતિની દૃષ્ટિએ ઘણું મહત્ત્વ છે.
જૈન પરંપરાનાં ધર્મશાસ્ત્રોમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને પારખીને ચાલવાની અને આચાર-વિચારમાં એને અનુરૂપ ફેરફાર કરતાં રહેવાની ઠેર ઠેર હિમાયત કરી છે એને ભાવ પણ આ જ છે.
પણ સામાન્ય જનસમૂહની (અને અદીર્ધદશી બુદ્ધિશાળી તેજસ્વી નેતાઓ જેવી વ્યક્તિઓની પણ) એ મોટી કરુણતા છે કે, નજર સામે સ્પષ્ટ ગેરલાભ દેખાવા છતાં, પોતાના ચાલુ ચીલાના આચાર-વિચાર અને રીત-રિવાજોમાં બંધાઈ રહેવામાં જ એ રાચે છે; અને નવા ફેરફાની હવાથી તાજગી મેળવવાને બદલે એ ગૂંગળામણ અનુભવે છે.
એમ લાગે છે કે એને રૂઢિચુસ્તપણુ કે જૂનવાણીપણામાં તેમ જ “જૂનું તેટલું સોનું' એ સૂત્રમાં જ પિતાની સલામતી દેખાય છે. વ્યક્તિ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org