________________
૫૦
સમયદશી આચાર્ય
પ્રત્યેની ભક્તિ અને જનસેવાની ભાવનાથી પ્રદીપ્ત હોય એને આંખનાં તેજની અછત શું અવરોધ કરી શકે ?
અને પાકિસ્તાન થયા પછી કોમી હુતાશનના કેન્દ્ર સમા ગુજરાનવાલામાં તેઓએ જે સ્વસ્થતા અને નીડરતા દાખવી એ તો એક રોમાંચકારી દાસ્તાન જ બની ગઈ. એ પ્રસંગની કથા આગળ આપવામાં આવશે.
આ બધે પ્રતાપ આચાર્યશ્રીની સમતાભરી સાધુતાને.
છા અંગસૂત્ર નાયાધમ કહાઓના ૧૧મા દાવવ અધ્યયનમાં બમણુજીવનની સાધનામાં સમભાવ–સમતાની અનિવાર્યતા જણાવતાં કહેવામાં આવ્યું છે કે –
જે શ્રમણો અને શ્રમણીઓ ગમે તેના સહવાસમાં આવતાં સમભાવે જ વતે છે, કદી ગુસ્સે થતાં નથી કે આકૃતિમાં, ભાષામાં કે વિચારમાં ક્રોધને અંશ પણ આવવા દેતાં નથી, તેવાં ક્ષમાશીલ શ્રમણશમણુઓને સર્વાશે આરાધક કહ્યાં છે. હે જંબુ ! જીવોની આરાધતાને પાયે તેમની સહનશીલતા ઉપર છે અને વિરાધકતાનું મૂળ તેમને ક્રોધી સ્વભાવમાં છે.”
આચાર્યશ્રીનું જીવન સમતા અને ક્ષમાશીલતાના એક ઉત્તમ નમૂના રૂપ હતું. તેઓ સમભાવી ક્ષમાશ્રમણ જ હતા.
૧૧
સમયજ્ઞતા એક જ વૈદ્ય એક દદીને પિષ્ટિક ખોરાક લેવાની અને બીજા દર્દીને લાંઘણ કરવાની સલાહ આપે છે, એમાં કશું જ અજુગતું નથી, પણ એમ કરવું જરૂરી છે. પૌષ્ટિક ખોરાક લેવાની અને ભૂખ્યા રહેવાની એમ એકબીજાથી વિરોધી દેખાતી બને સલાહની પાછળ મુખ્ય ધ્યેય છે દર્દીનું ભલું કરવાનું.
એક જ વ્યક્તિ શિયાળામાં જાડાં-ગરમ વસ્ત્રો પહેરે છે, અને ઉનાળામાં મલમલનાં ઝીણું કપડાં પહેરે છે, એમાં આપણને કશી નવાઈ નથી લાગતી. મુખ્ય કામ શરીરને રાહત–રક્ષણ આપવાનું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org