________________
સમયદશી આચાર્ય કમલસૂરિજી મહારાજનું મન જીતી લીધું. અને સમેલનના ભંગનાં વાદળ વગર વરસ્ય વીંખાઈ ગયાં !
સાદડીમાં આંખનું ઑપરેશન કરાવ્યું, પણ તે નિષ્ફળ ગયું. એટલે એક જ આંખ ઉપર આધાર રાખવાને અવસર આવ્યું. પણ એ સ્થિતિમાં બીજી આંખને ડોક પણ સહારો હતો એટલે વિશેષ પરાધીનતાનું કારણ ન હતું.
પણ કેટલાક વખત પછી પાલનપુરમાં બીજી આંખમાં દુખાવો થઈ આવ્યો, અને એમાં તરત ઓપરેશન કરાવી લેવાની જરૂર ઊભી થઈ. ઓપરેશન તે નિષ્ણાત ડોકટરના હાથે થયું, પણ ભવિતવ્યતા જ કંઈક એવી હતી કે એ ઓપરેશન પણ નિષ્ફળ ગયું !
જીવનમાં સૂનકાર અને નિરાધારી વ્યાપી જાય એવી સ્થિતિ હતી; પણ સમભાવી આચાર્યશ્રીએ, કઈ પણ જાતની નિરાશા સેવ્યા વગર, ભવિતવ્યતાના આદેશને અદીનભાવે વધાવી લીધો. અંતરમાં ધર્મનું સાચું બળ હતું; અને આસપાસ ભક્તિપરાયણ શિષ્ય અને ગૃહસ્થનું વર્તુલ હતું. એના બળે બન્ને આંખોનાં તેજ ઓઝલ થવા જેવી મોટી આપત્તિ પણ આચાર્યશ્રીની સ્વસ્થતા અને સમતાને ખંડિત ન કરી શકી. સને ૧૯૫૦ના નવેમ્બર માસને આ બનાવ.
આંખો સાવ તેજહીન થવા જેવી સ્થિતિ આવી પડવા છતાં આચાર્યશ્રીની ધર્મક્રિયાઓમાં અને સમાજઉત્કર્ષની પ્રવૃત્તિઓમાં કશી એટ ને આવી. આવી પરિસ્થિતિમાં જ તેઓએ શ્રી શત્રુંજ્ય મહાતીર્થની યાત્રા કરી; પાલીતાણામાં માસું કરીને તિથિચર્ચાના પ્રશ્નને ઉકેલ શોધવા અન્ય આચાર્યો અને મુનિવરે સાથે જવાબદારીભરી વાત-વિચારણું કરી; અને વિ. સં. ૨૦૦૮ના ચોમાસા માટે પાલીતાણુથી વિહાર કરીને તેઓ છેક મુંબઈ પહોંચી ગયા. અને ત્યાં એમણે સમાજકલ્યાણ માટે અવિરત પુરુષાર્થ હાથ ધર્યો.
તેઓની આ બધી પ્રવૃત્તિઓ ઉપરથી તો એમ જ માનવું પડે કે જાણે તેઓને આંખોની કશી જ તકલીફ નહોતી થઈ ! અને વાત પણ સાચી છે કે જેઓનું અંતર અને રેમ રોમ આંતરિક શક્તિ, જિનેશ્વર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org