________________
૨૦
સમયદશી આચાર્ય સ્વર્ગવાસ બાદ પ્રગટ થયું હતું, અને એ એના સર્જકની અમર કીતિને પ્રાસાદ-મહેલ બની રહ્યો. આ બે ગુંથેની વચમાં “જૈનતસ્વાદર્શ ', “અજ્ઞાનતિમિરભાસ્કર', “સમ્યકત્વશદ્ધાર”, “જૈન ધર્મ વિષયક પ્રશ્નોતર”, “ચિકાગો પ્રશ્નોત્તર' વગેરે અનેક ગ્રંથેએ તેમ જ કેટલીક ધાર્મિક કાવ્યકૃતિઓએ આચાર્યપ્રવરના સાહિત્યસર્જનનું સાતત્ય જાળવ્યું હતું.
જ્ઞાન પ્રસારની ઝંખના : ચિકાગની વિશ્વધર્મ પરિષદમાં જૈન-- ધર્મના પ્રતિનિધિ તરીકે હાજર રહેવાનું આમંત્રણ આચાર્ય શ્રી આત્મારામજી મહારાજને વિ. સં. ૧૯૪૯માં મળ્યું ત્યારે તેઓ હેશિયારપુરમાં બિરાજતા હતા.
આચાર્યશ્રી જ્ઞાનને મહિમા બરાબર પિછાનતા હતા. શાસ્ત્રાભ્યાસને લીધે જ પોતાને સાચા ધર્મને માર્ગ સમજાયે હતું અને જ્ઞાનોપાસનાથી. જ પિતાના આત્માને ઉદ્ધાર કર્યો હતો, એ વાતનો એમને જાતઅનુભવ પણ હતા. તેથી જ તેઓ જ્ઞાનને પ્રસાર કરવા હમેશાં પ્રયત્નશીલ રહેતા હતા. તેઓએ સાહિત્યસર્જન કર્યું, ધર્મોપદેશની અવિરત ધારા વહાવી.
અને સમાજના વિરોધને ગૌણ ગણુને પણ શ્રી વીરચંદભાઈ ગાંધીને - પરદેશ મોકલ્યા તે એટલા માટે જ.
એમનું અંતર તે શ્રીસંધમાં જ્ઞાનને પ્રસાર કરવા માટે જ્ઞાનની પર સ્થાપવા ઝંખી રહ્યું હતું, પણ એ કામ તેઓ હાથ ધરે એ. પહેલાં સંઘની શ્રદ્ધાને પરિમાર્જિત અને રિથર કરવાનું યુગકાર્ય એમને બજાવવાનું હતું. એ કામ પૂરાં સમય અને શક્તિ માગી લે એવું મે, અને મુશ્કેલ હતું. અને, આચાર્યશ્રીની જીવનકથા કહે છે કે, એ કાર્યની પૂર્ણાહુતિ સાથે જ આચાર્યપ્રવરના જીવનની પણ સમાપ્તિ થઈ ! શ્રીસંઘમાં જ્ઞાનનો પ્રસાર કરવાનાં જશ અને જવાબદારી જાણે કુદરતે કોઈ બીજ મહાપુરુષ માટે અનામત રાખ્યાં હતાં !
સફળ મનોરથ શ્રી આત્મારાજ મહારાજ વડોદરા પધાર્યા અને છગનલાલને માટે ઉપાશ્રય તીર્થભૂમિ બની ગયે. એનું મન આઠે પહોર અને સાઠે ઘડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org