________________
રે
સમયદશી આચાર્ય ઉપાશ્રયમાં અને એમાં બિરાજતી સંતવિભૂતિ તરફ જ રહેતું. જરાક અવસર મળે કે એ ઉપાશ્રય પહોંચી જાતે અને પિતાના ભાવી તારણહારનાં મન ભરીને દર્શન કરતો, અને એક ચાતકના જેવી ઉત્સુકતાથી એ સંત પુરુષની વાણુના અમૃતનું પાન કરત. છગનને માટે તે જાણે કોઈ મહાતીર્થમાં મહાપર્વની આરાધના કરવાને સોનેરી અવસર આવી મળ્યા હતા.
આત્મારામજી મહારાજનું જીવન જ્ઞાનની ગરિમા અને શીલના સૌરભથી દેદીપ્યમાન બન્યું હતું. અને સમતારસના તે તેઓ મહેરામણ જ હતા. એમની સર્વકલ્યાણકારી સાધુતામાં કોઈને પણ વશ કરી લેવાનું અજબ સામર્થ્ય ભર્યું હતું. છગને મનેમન એ સાધુપુરુષને પિતાના હૃદયસિંહાસન ઉપર બિરાજમાન કરી દીધા !
એક દિવસ શ્રી આત્મારામજી મહારાજની ધર્મ દેશના પૂરી થઈ, શ્રેતાઓ બધા વિદાય થયા, પણ છગન તે ત્યાં બેસી જ રહ્યો. આજે પિતાના અંતરની વાત પિતાના ગુરુને કહેવાને એણે નિશ્ચય કર્યો હતો.
આત્મારામજી મહારાજે મમતાથી પૂછ્યું : “ભાઈ, બધા તે ચાલ્યા ગયા, અને તું હજી કેમ બેસી રહ્યો છે ? તારે શું જોઈએ છે?”
સંતના વાત્સલ્યની વર્ષોથી જાણે છગનની લાગણીને બંધ છૂટી ગયે. એની વાણી સિવાઈ ગઈ, અને એના અંતરની લાગણીઓ આંસુ રૂપે વહેવા લાગી. છગન એ સાધુપુરુષના ચરણેને આંસુનો અભિષેક કરી રહ્યો.
આત્મારામજી મહારાજે એને હેતથી બેઠો કરી પૂછયું : “બાળક, સ્વસ્થ થા અને વિના સંકોચે તારુ દુઃખ કહે. શું તારે ધનને ખપ છે?”
ગને સંતની ચરણરજ શિરે ચડાવી કહ્યું : “હા.” “કેટલા પૈસા જઈએ તારે ?” સંતે પૂછયું.
ઘણું.” છગને ટૂંકમાં જવાબ આપ્યો. .
“વત્સ ! તું જાણે છે કે અમે પૈસો નથી રાખતા. કોઈને આવવા દ.” સંતે કહ્યું.
કઈ ઉજવળ ભાવી બેલાવતું હોય એમ, છગ્ગને શાંતિથી વિનતિ કરી: “મહારાજ, મારે એવું ધન નથી જોઈતું; મારે તે આપની પાસે જે અખૂટ ધન છે તે જોઈએ. જે અનંત સુખને અપાવે એવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org