SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ સમયદશી આચાય જૈન સંઘમાં અચાનક આવી પડયો હોય અને પોતાનું જીવનકાર્ય પૂરું થતાં કર્તવ્યના મેદાનમાંથી ચુપચાપ ચાલી નીકળ્યો હોય એમ લાગે છે.” (એજન, પૃ. ૩૦) ચિકાગે વિશ્વધર્મ પરિષદના અહેવાલમાં શ્રી આત્મારામજી મહારાજની છબીની નીચે, એમને ટૂંક પરિચય આપતાં, સાચું જ કહેવામાં આવ્યું છે કે જૈન સમાજના કલ્યાણ સાથે મુનિ આત્મારામજીની જેમ બીજી કઈ વ્યક્તિએ પોતાની જાતને ખાસ એકરૂપ બનાવેલ નથી. દીક્ષા ગ્રહણ કરી ત્યારથી લઇને તે જીવન પર્યત પિતે સ્વીકારેલ ઉચ્ચ જીવનકાર્યને માટે કાર્યરત રહેનાર ઉમદા સાધુસમૂહમાંના તેઓ એક છે. જૈન સમાજના તેઓ મહાન આચાર્ય છે; અને પ્રાય વિદ્યાના વિદ્વાનોને માટે જૈનધર્મ અને સાહિત્યની બાબતમાં તેઓ મોટામાં મોટા જીવંત આધારરૂપ છે.” (“જૈનાચાર્ય શ્રી આત્મારામજી જન્મશતાબ્દી સ્મારક ગ્રંથ", પૃ.૧૬) સાહિત્યસર્જન : આચાર્ય શ્રી વિજયાનંદસૂરીશ્વરજીને જૈનધર્મને ઉદ્ધાર, જૈન સંધનો અભ્યદય અને જૈન સાહિત્ય તથા સંસ્કૃતિને પ્રચાર કરવાનું યુગર્તવ્ય બજાવવાનું હતું. અને બે સૈકા કરતાં પણ વધુ સમય સુધી આચાર્ય વિહેણ રહીને વિશંખલ બની ગયેલા જૈન સંઘને સંગઠિત અને શક્તિશાળી બનાવ હતો, સાથે સાથે જિનમૂ તિ અને જિનવાણી સામેના આંતરિક તેમ જ બાહ્ય વિરેનું પણ શમન કરવાનું હતું. આ બધાં કાર્યો તે અપાર પુરુષાર્થ કરીને અને પાર વગરની જહેમત ઉઠાવીને સફળતાપૂર્વક પૂરાં કરી શક્યા એમાં એમની સત્યશોધક જ્ઞાનપાસના અને એમના સમયાનુરૂપ સાહિત્યસર્જનને ફાળે. ઘણે મોટા છે. જૈન શાસ્ત્રને આત્મસાત કરીને તેમ જ ઇતર સાહિત્યને પણ પરિ. ચય મેળવીને એમણે સાહિત્યસર્જનને આરંભ, લગભગ મતપરિવર્તનની સાથે સાથે, ત્રીસેક વર્ષની ઉંમરથી, વિ. સં. ૧૯૨૪ની સાલથી કર્યો હતો. એમનું સાહિત્યસર્જન કેવળ મનોજ ખાતર હેવાને બદલે થેયલક્ષી હતું, તેથી એમાં વિશેષ સચોટપણું આવ્યું હતું એમ કહેવું જોઈએ. વિ. સં. ૧૯૨૪માં “નવતત્વ થી શરૂ થયેલું સાહિત્યસર્જનનું કાર્ય જીવનના અંત સમયે, વિ. સં. ૧૯૫૩માં, “તત્ત્વનિર્ણયપ્રાસાદ” નામે મહાન ગ્રંથના સર્જન સાથે પૂરું થયું. આ ગ્રંથ આચાર્ય મહારાજના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001051
Book TitleSamaydarshi Acharya
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVallabhsuri Smarak Nidhi Godiji Jain Derasar Mumbai
Publication Year1979
Total Pages165
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy