________________
૧૮
સમયદશી આચાર્ય શ્રાવકપણું કહેવામાં આવ્યું છે એ મુજબ તો એનું પાલન કરે છે, પણ સંપૂણ ઉત્સર્ગમાર્ગનું પાલન નથી કરી શકતા. જૈનમાં બીજી ખામી એ છે કે વિદ્યાને માટે જેટલો ઉદ્યમ કરવો જોઈએ એટલો નથી થતો; એમનામાં એકતા-સંપ નથી. સાધુઓમાં પણ પ્રાયઃ કરીને આપ આપસમાં ઈષ્ય ઘણું છે. આ ખામી જૈનધર્મનું પાલન કરનારાઓની છે, નહીં કે જૈનધર્મની.” (એજન, પૃ. ૩૯)
શ્રી આત્મારામજી મહારાજના સરળ, સીધા અને સચોટ ધમપદેશની જનતા ઉપર કેટલી માર્મિક અસર થતી હતી તે અમદાવાદના નગરશેઠ શ્રી પ્રેમાભાઈ હેમાભાઈના નીચેના લાગણીભીના હૃદયસ્પર્શી ઉદ્ગારે ઉપરથી પણ સમજી શકાય છે. તેઓએ આચાર્ય મહારાજની ધર્મવાણુથી પ્રભાવિત અને પ્રોત્સાહિત થઈને કહેલું કે–
“શું કરીએ મહારાજ, જ્યારે દાંત હતા ત્યારે દાળિયા ન માયા; અને જ્યારે દાળિયા (ચણા) મળ્યા ત્યારે ચાવવાને સારુ જે દાંત જોઈએ તે નથી રહ્યા.” (એજન, પૃ. ૨૮)
આને સાર એ છે કે આપને સત્સંગ પહેલાં થયું હોત તે અમે સવિશેષપણે ધર્મનું આરાધન કરી શકત-તે વખતે અમારી એટલી બધી શક્તિ હતી.
શ્રી વિજયાનંદસૂરિજી મહારાજમાં એક સમર્થ સંઘનાયકના પદને શોભાવે એવી અસાધારણ કાર્ય શકિત, સર્વસ્પશી અને તલસ્પર્શી વિદ્વત્તા અને ધર્મપ્રચારની ઉત્કટ ધગશ હતી; પણ એથીય આગળ વધીને, એક સહદય, સંવેદનશીલ અને કરુણપરાયણ શિરછત્રની જેમ એમના અંતરમાં જૈનધર્મના અનુયાયીને દુઃખનું નિવારણ કરવાની ભાવના સતત વહેતી રહેતી હતી. સાચે જ તેઓ ભાંગ્યાના ભેરુ હતા. સ્વ. શ્રી “સુશીલ'ભાઈએ પિતાની મધુર કલમે એમના સુંદર ચરિત્રનું આલેખન કરતાં યથાર્થ કહ્યું છે કે –
જૈન સંઘના હિત અને શ્રેયમાં પિતાનું વ્યકિતત્વ વિસરી જનાર, એની સાથે એકતાર બનનાર આવો પુરુષ વર્તમાન જૈન સમાજે આ પહેલી અને છેલ્લી વાર જે. જૈન સંધના પુણ્ય જ એમને આકર્ષા હતા. આત્મારામજીની જીવનઘટનાઓ જોતાં જાણે કે કઈ દેવદૂત, ભાંગ્યાના ભેરુ જે કાઈ મહારથી, અદશ્યપણે વિચરતા સંતસંઘને કઈ સિતારે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org