________________
સમયદશી આચાર્ય
T૦
હોય તે જ હામ ભીડી શકાય એવું મહાન એ કાર્ય હતું. અને એ કરીને શ્રી આત્મારામજી મહારાજે જેનધર્મની જે પ્રભાવના કરી અને જૈન સંધનું જે ગૌરવ વધાર્યું, એનું મૂલ્યાંકન કરવું સહેલું નથી.
શ્રી વીરચંદ ગાંધીએ અમેરિકામાં ભગવાન મહાવીરના જૈનધર્મને સંદેશ તે ગુંજતો કર્યો, પણ સાથે સાથે ભારતનાં બધાંય દર્શનની વાત પણ ત્યાંની જનતાને ખૂબ કુશળતા તેમ જ સળતાપૂર્વક સમજવી. ઉપરાંત, અમેરિકાથી પાછા ફરતાં, યુરોપના દેશોમાં પણ જૈનધર્મ અને સંસ્કૃતિ સંબંધી રોચક અને માહિતીપૂર્ણ વ્યાખ્યાને આપીને ત્યાંના લેકેને પણ જૈનધર્મને યથાર્થ ખ્યાલ આપે અને એમની જિજ્ઞાસાને જાગ્રત અને પ્રોત્સાહિત કરી.
આ યુગદશી આચાર્યપ્રવરને સર્વ જનસમાનતાની જૈનધર્મની ઉદાત્ત ભાવનાને કેટલો સચોટ ખ્યાલ હતા, તે એમના નીચેના ઉદ્દગાર ઉપરથી પણ સમજી શકાય છે. તેઓએ કહ્યું છે કે–
“અસભ્ય-હીન જાતિઓને જે બૂરી (ભૂડી) માને છે, તેમને અમે બુદ્ધિમાન કહેતા નથી. કારણ કે અમારે એવો નિશ્ચય છે કે બુરાઈ તે ખોટાં કર્મ કરવાથી થાય છે. બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય બ્રાં કામ કરે તે તેમને અમે પણ અવશ્ય ભૂરા માનશું. સુકર્મ કરશે તેને સારા માનશે. નીચ ગોત્રવાળા સાથે જે ખાનપાનને વહેવાર રાખતા નથી તેનું કારણ તો કુલરૂઢિ છે. એ લેકેની જે નિંદા કરે છે, તેઓ મહા અજ્ઞાની છે. કારણ કે અમારો સિદ્ધાંત છે કે નિંદા તે કંઈની પણ ન કરવી. તેમને જે. અસ્પૃશ્ય માનવામાં આવે છે તે પણ કુળાચાર છે.”
(શ્રી “સુશીલ' કૃત “ન્યાયાબેનિધિ શ્રી વિજયાનંદસ્ રિ”, પૃ. ૪)
આ જ રીતે જૈન સંઘમાં પ્રવેશી ગયેલી ક્ષતિઓ પણ એમની પારદશી દૃષ્ટિની બહાર રહી શકી ન હતી. આવી ક્ષતિઓ તરફ અંગુલિનિદેશ કરતાં તેઓ કહે છે કે –
જૈનધર્મમાં તે લેશમાત્ર પણ ક્ષતિ નથી, પરંતુ ભારતવર્ષના જેમાં આ કાળમાં શારીરિક અને માનસિક સત્વ નથી રહ્યું; એને લીધે મોક્ષમાર્ગની જે રીતે પ્રરૂપણું કરવામાં આવી છે એ રીતે એનું સંપૂર્ણ પણે પાલન તેઓ નથી કરી શકતા. આ કાળ પ્રમાણે જેવું સાધુપણું અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org