________________
સમયદશી આચાર્ય પ્રાભાવિક અને મહાન જ્યોતિર્ધરની આચાર્યપદ ઉપર પ્રતિષ્ઠા થવાથી જૈનધર્મ, સંઘ અને આચાર્યપદ એ ત્રણે ગૌરવશાળી બન્યાં; અને જેના સંઘને એક પ્રખર વિદ્વાન, ઉત્કટ ચારિત્રના પાલક અને સમર્થ ધર્મનાયક મળ્યા. જૈનધર્મ અને સંધના અભ્યદયના મનોરથદશી એ મહાપુરુષ હતા.
જેમ એમને પંજાબમાં સ્થાનકવાસી ફિરકાની સામે કામ કરવાનું હતું, તેમ મૂર્તિ વિરોધ તેમ જ બીજી બાબતોમાં સ્વામી દયાનંદ સરસ્વતી અને એમણે પ્રવતવેલ આર્ય સમાજની સામે પણ ઘણું મુશ્કેલ કામ કરી બતાવવાનું હતું. અનેક ગ્રંથ રચીને તેમ જ અવિરત ધર્મપ્રચાર ચાલુ રાખીને એમણે આ કામ સફળ રીતે પૂરું કર્યું હતું.
- વિશ્વખ્યાતિ અને યુગદર્શન : પછી તે એમની પ્રખર વિદ્વત્તા અને નિર્મળ સાધુતાની નામના એક દરિયાપારના દેશો સુધી પહોંચી. અને જ્યારે અમેરિકાના શિકાગે શહેરમાં સને ૧૮૯૩ (વિ. સં. ૧૯૪૮) માં પાર્લામેન્ટ ઓફ રિલિજિયન્સ-વિશ્વધર્મ પરિષદ-ભરવાનો નિર્ણય થયે ત્યારે જૈનધર્મના પ્રતિનિધિ તરીકે એ પરિષદમાં હાજર રહેવાનું બહુમાનભર્યું આમંત્રણ આચાર્ય શ્રી વિજયાનંદસૂરીશ્વરજી મહારાજને જ મળ્યું હતું.
પણ એક જૈન સાધુ તરીકે તેઓ જાતે તે એ પરિષદમાં જઈ શકે એમ ન હતા; બીજી બાજુ ઇતર ભારતીય જનની જેમ જૈનમાં પણ સમુદ્રયાત્રા સામે વિરોધ પ્રવર્તતો હતો; ઉપરાંત સંકુચિત દષ્ટિ અને આવા મોટા કાર્યના લાભાલાભ સમજવાની દીર્ધદષ્ટિને અભાવ પણ આ આવતાં હતાં. પણ આ યુગદ્રષ્ટા આચાર્યે પોતાની વેધક દૃષ્ટિથી આ અવરોધેની પેલે પાર રહેલ ધર્મપ્રભાવનાને મેટ લાભ જોઈ લીધે. અને, સમુયાત્રા સામે લોકમાન્યતા, પરંપરાગત વિરેાધ કે શાસ્ત્રને નામે આગળ ધરવામાં આવતા અવરોધોથી લેશ પણ વિચલિત થયા વગર, એ મહાપુરુષે, પિતે તૈયાર કરેલ નિબંધ સાથે, શ્રી વીરચંદ રાઘવજી ગાંધીને એ પરિષદમાં પોતાના એટલે કે જૈનધર્મના પ્રતિનિધિ તરીકે મોકલ્યા.
સ્વનામધન્ય શ્રી વીરચંદ રાઘવજી ગાંધીએ પિતાની વિદ્વત્તા, વકતૃત્વશક્તિ અને સચ્ચરિત્રતાને બળે અમેરિકાના વિદ્વાન અને સામાન્ય પ્રજાજનોને કેટલા પ્રભાવિત કર્યા હતા, એને અહેવાલ વાંચીએ છીએ ત્યારે ખરેખર, નવાઈ લાગે છે. આવતા યુગને પારખવાની પારગામી દષ્ટિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org