SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ સમયદશી આચાય ૫ છે : જિનપ્રતિમાને નિષેધ અને આગમષ ચાંગી (મૂળ સૂત્ર, નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ અને ટીકા) તે નિષેધ એ તા. ધર્મના કે સત્યના પેાતાને જ નિષેધ કરવા જેવા મહાદેષ છે. આત્મધર્મના સાધકે અને સત્યના ચાહકે એ મહાદોષથી બચવું ઘટે. અને સમાજમાં જડ ઘાલી બેઠેલી જૂની અંધશ્રદ્ધા સામે બળવે. પેકારીને, મુનિ આત્મારામજીએ, પેાતાના અનેક સમર્થ અને ભક્તપરાયણ સાથી સાથે, જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક આમ્નાયુને સ્વીકાર કર્યા; અને પંજાબમાં એ ધર્મને પુનરુĆાર કરવાનું બીડુ ઉડાવ્યું”. મતપરિવર્તન પછી પણ કેટલાંક વર્ષ સુધી વેશપરિવર્તનની ઉતાવળ કર્યા વગર તેઓ પ્રાચીન જૈનધર્મનુ પાલન અને એના પ્રચાર મે!કળે મને કરતા રહ્યા. વિ. સં. ૧૯૩૧માં એમણે મુખવસ્ત્રિકા માટે બાંધવાની પ્રધાના ત્યાગ કર્યા; અને વિ. સ, ૧૯૩૨ના અષાડ મહિનામાં તે વખતના જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘના વયાવૃદ્ધ સાધુપ્રવર શ્રી બુદ્ધિવિજયજી અપર નામ ખૂટેરાયજી મહારાજ પાસે ફરી દીક્ષા લીધી, એમનું નામ મુનિ આનંદવિજયજી રાખવામાં આવ્યુ, ધર્માદ્ધાર અને આચાર્ય પદ : આ સવેગી દીક્ષા પહેલાંનાં અને પછીનાં વર્ષોમાં મુનિ આન વિજયજીએ ગુજરાત, સૌરાષ્ટ્ર, મારવાડ, રાજસ્થાનમાં ધર્મને ખૂબ પ્રચાર અને પુનરુદ્ધાર કર્યો, અને પંજાબને તેા એમના પુરુષાર્થથી કાયાપલટ જ થઈ ગયા ઃ ૫ામમાં ઠેર ઠેર જિનરેશની ધજા ફરકી રહી. જિનમંદિરનાં શિખરાના સુવર્ણ કળશા જાણે જિનમંદિરના ઉદ્ધારક મહાપુરુષનો કાતિ ગાથા સંભળાવી રહ્યા. વિ. સં. ૧૯૪૩માં કારતક વિદે ૫ ના રોજ તીર્થાધિરાજ શત્રુજયની પવિત્ર છાયામાં, આશરે પાંત્રાસ હુન્નર જેટલા વિશાળ સંઘ સમુદાયની હાજરીમાં, ભારે ઉત્સાહ અને ઉત્સવપૂર્વક, મુનિ આનંદવિજયઅને આચાર્ય પદ અર્પણ કરવામાં આવ્યું. તપગચ્છની પટ્ટપરંપરા પ્રમાણે, ભગવાન મહાવીરની ૬૧મી પાટે આચાર્ય શ્રી વિજયસિંહસૂરિજી થયા. વિ. સં. ૧૭૦૮માં તેઓ કાળધર્મ પામ્યા. તે પછી ૧૧ પાટા આચાર્યપદ વગરની જ ચાલુ રહી. અને ત્યારબાદ, વિ. સં. ૧૯૪૩માં, ૨૩૫ વર્ષ પછી, જૈન સંઘમાં શ્રમણ પરપરાની ૭૩મી પાટે આચાર્ય શ્રી વિજયાન સૂ રિછ આવ્યા. આવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001051
Book TitleSamaydarshi Acharya
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVallabhsuri Smarak Nidhi Godiji Jain Derasar Mumbai
Publication Year1979
Total Pages165
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy