SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ સમયદશી આચાય લેવા ગયા. જોયુ તા, એક મુસલમાન સ્ત્રી એના બાળકને નવરાવતી હતી. બાળક હાથમાંથી છટકી ગયા અને ડૂબવા લાગ્યા. માતાથી ન રહેવાયું એટલે એ એને બચાવવા પાછળ ગઈ, તેા એય તણાવા લાગી ! બાળક આત્મારામથી આવું કારમું સંકટ જોયું ન ગયું. એ કશાય વિચાર કર્યા વગર નદીમાં કૂદી પડયો, અને જનને જોખમે મા-બેટાને બચાવી લાવ્યા ! જેનુ વન સંસાર-મહાસાગરને પાર કરવાના અને બીજાને પાર કરાવવાના પુરુષાર્થમાં જ વીતવાનું હોય એને માટે આવું સાહસ શી વિસાતમાં ! સયમને માર્ગે સત્યની શોધ : આત્મારામનાં ચારેક વર્ષ જોધામલના કુટુંબના સંસ્કાર ઝીલવામાં વીત્યાં. ક્ષત્રિય કુટુંબમાં જન્મેલ આત્મારામનુ અંતર જૈનધર્મની અહિંસાના સંસ્કારોથી રંગાવા લાગ્યું; જાણે એમનું અંતર હિંસાનાં ગેઝારાં પરાક્રમેાથી પાછું વળીને અહિંસાનાં સર્વ મંગલકારી પરાક્રમા ખેડવા માટે ઝંખી રહ્યું. સેાળ વર્ષની કુમારવય પૂરી થઈ; અને, યૌવનના મંગલપ્રવેશ વખતે જ, વિ. સં. ૧૯૧૦ ના માગશર શુદિ પંચમીના દિવસે, માલેરકાટલામાં, આત્મારામના દેહ ત્યાગી—સાધુ જીવનના અંચળાથી શેાભી ઊઠચો. યુવાન આત્મારામ સ્થાનકવાસી સંત જીવનરામજીના શિષ્ય બન્યા. બહારવટિયા પિતાના પુત્ર જાણે સંસારની સામે બહારવટે નીકળીને સંતશિરામણું બનવા ધર્મ માર્ગ ને! પુણ્યપ્રવાસી બની ગયેા. મુનિ આત્મારામને તે જ્ઞાન અને ચારિત્રની સાધના સિવાય ખીજુ શું ખપતું નથી; સાધુવનની સાર્થકતાને એ જ સાચેા માર્ગ છે. ઉત્કટ એમની જિજ્ઞાસા છે, અને અદમ્ય એમની સત્યની શોધની તાલાવેલી છે. સત્યધર્મનાં અલખ મેાતી શોધવા એ, મરવાની જેમ, ઊંઘ અને આરામ તને, સાહસ અને પુરુષાર્થ કરે છે, અને, અ`ધશ્રદ્ધાનાં જાળાં-ઝાંખરાંને દૂર કરીને અને નિર્ભય બનીને ધર્મશાસ્ત્રાના મહેરામણનાં અતળ તળિયાં સુધી ડૂબકી લગાવે છે. આવી એક એક ડૂબકીએ એમના આત્મા સત્યનું નિષ્કલંક અને બહુમૂલું મેાતી મેળવ્યાના આર્લાદ અનુભવે છે. મતપરિવત ન : ધર્મ શાસ્ત્રોના ઊંડા અવગાહનને અ ંતે મુનિ આત્મારામજીને રસત્યને સાક્ષાત્કાર થાય છે; એમને આત્મા અંદરથી પોકારી ઊઠે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001051
Book TitleSamaydarshi Acharya
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVallabhsuri Smarak Nidhi Godiji Jain Derasar Mumbai
Publication Year1979
Total Pages165
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy