SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ સમયદશી આચાર્ય ૧૧. ભક્તિની ભાગીરથી તો એની રગેરગમાં સદાય વહેતી રહે. આના પ્રથમ ભારતપ્રવેશને એ પ્રદેશ. આર્યોના આગમન, સંપર્ક અને કાયમી વસવાટની ઘેરી છાપ આજે પણ પંજાબની ધરતી ઉપર અને એના નિવાસીઓ. ઉપર જોવા મળે છે. એમને ગૌર વર્ણ, પડછંદ શરીર અને પ્રભાવશાળી ચહેરો–મેરે આ વાતની સાક્ષી પૂરે છે. - ભક્તિ અને શક્તિના સંગમતીર્થ સમી પંજાબની આ બડભાગી. ધરતીએ, એક હેતાળ માતાની મમતાથી, ખરે અને વખતે, જૈન સંઘનું અને પંજાબની ધર્મભાવનાનું જતન કર્યું–એક સમર્થ યુગદ્રષ્ટા તિધ સાધુપુની ભેટ આપીને ! સાહસિક પિતાને ત્યાં જન્મ : પંજાબ પ્રદેશના ફિરોજપુર જિલ્લાને જરા તાલુકો; એ તાલુકાનું સાવ નાનું સરખું ગામ નામે લહરા. નાનું સરખું બીજ વટવૃક્ષને જન્મ આપે એમ આ નાના સરખા ગામે એક તેજસ્કૂલિંગને જન્મ આપ્યો. પિતાનું નામ ગણેશચંદ્ર, માતાનું નામ રૂપાદેવી. જ્ઞાતિ કપૂરવંશની ક્ષત્રિય. વિ. સં. ૧૮૯૪ (ગુજરાતી ૧૮૯૩)ના ચત્ર સુદિ એકમના દિવસે એમને જન્મ. નામ આત્મારામ. પિતા શક્તિશાળી અને પરાક્રમી: પંજાબના મહારાજા રણજિતસિંહના પૂરા વિશ્વાસપાત્ર. તલવારને બળ એમણે એક વિજયી દ્ધાની નામના મેળવેલી. માતા રૂપાદેવી એટલાં જ ભક્તિશીલ નારી. આત્મારામને પિતાના પરાક્રમ અને માતાની ભક્તિશીલતાને વારસે પારણે ખૂલતાં જ મળ્યો. અને એ વાર એમણે સવા કરીને દીપાવી જા એ વાતની ઈતિહાસ સાક્ષી પૂરે છે. એ સમય ભારતના ઈતિહાસની સંક્રાંતિકાળને હતિ. ભારતની પિતાની રાજસત્તા આથમતી જતી હતી; પંજાબમાંથી મહારાજા રણજિતસિંહનું શાસન દીપકનો છેલે ઝબકારે અનુભવી રહ્યું હતું, અને પરદેશી કંપની સરકારના (ઈસ્ટ ઈન્ડિયા કંપનીના) પગ ભારતના રાજશાસનમાં ધીમે ધીમે આગળ વધતા જતા હતા અને સ્થિર થતા જતા હતા. ગણેશચંદનું ભાગ્ય છેવટે એક બહારવટિયા જેવું જોખમી અને અસ્થિર બની બેઠું હતું. આવી સ્થિતિમાં એમને ન જીવનનો અભખરે રહ્યો હતો, ન મૃત્યુને ભય સતાવતો હત; એ તે ખડિયામાં ખાંપણ રાખીને ગમે તેવી પરિસ્થિતિને આવકારવા સજ બેઠા હતા. અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001051
Book TitleSamaydarshi Acharya
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVallabhsuri Smarak Nidhi Godiji Jain Derasar Mumbai
Publication Year1979
Total Pages165
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy