________________
૧૦
સમયદશી આચાર્ય ક્શનનું જીવન ઘરમાં જળકમળ જેવું બની રહ્યું અને એનું અંતર સંયમ-વૈરાગ્યને ઝંખી રહ્યું ક્યારે એ ધન્ય ઘડી આવે અને ક્યારે, એવા ધર્મવાત્સલ્યના મહાસાગર ગુરુના ચરણેનું શરણું મળે?
ધર્મપુરુષોને સત્સંગ અને એમની ધર્મવાણીનું શ્રવણુએ તે ઇરાનના. જીવનને નિત્યક્રમ બની ગયાં હતાં. એવામાં એક પ્રેરક પ્રસંગ મળી ગયે; અને જાણે એ પ્રસંગ પુરાતન ઇતિહાસની એક ધર્મકથાને સજીવન કરી ગયો.
પચીસ સો વર્ષ પહેલાંની–ભગવાન મહાવીર સ્વામીના યુગની-જંબુકુમારની ધર્મકથા ઘેર ઘેર પ્રચલિત છે. જંબુ કુમાર ઋષભદત્ત વ્યવહારિયા. -શ્રેણીના એકના એક પુત્ર. અપાર ધનવૈભવના વારસદાર. યૌવનવયે એમનાં લગ્ન લેવાયાં. એવામાં ભગવાન મહાવીરના પટ્ટધર, પંચમ ગણધર, શ્રી સુધર્માસ્વામીની ધર્મવાણી એમના અંતરને સ્પર્શી ગઈ, અને તેઓ, લીધે લગ્ન જ, ઘરવાસી મટીને ત્યાગમાર્ગના પ્રવાસી બની ગયા.
છગનનું પણ કંઈક આવું જ સદ્ભાગ્ય જાગી ઊઠયું. વિ. સં. ૧૯૪રમાં, ૧૫ વર્ષની વયે, એમને વડોદરામાં શ્રી આત્મારામજી (આચાર્ય શ્રી વિજયાનંદસૂરિજી) મહારાજની વૈરાગ્યભરી ધર્મવાણી સાંભળવાને. અવસર મળે. એ વાણી છગનના અંતરને સ્પર્શી ગઈ. એ ધર્મ નાયકમાં છગનને પિતાના ઉદ્ધારકનાં દર્શન થયાં. ત્યાગમાર્ગનો સ્વીકાર કરીને માતાની અંતિમ આજ્ઞાનું પાલન કરવા એનું અંતર તલસી રહ્યું. છગનને. વૈરાગ્યરંગ વધુ ઘેરે બન્યો. ઘરવાસ જાણે એને અસહ્ય બની ગયે. વડલાની શીળી છાંયડી મળી ગયા પછી તાપમાં તપવાનું કેને ગમે ? એને થયું ? આવા જ્ઞાની અને પવિત્ર ગુસ્ના ચરણમાં સ્થાન મળે તો કેવું સારું ! પણ સંસારનાં બંધન છેદવાં એટલાં સહેલાં નથી હોતાં. છગન કંઈક મૂંઝવણ અનુભવી રહ્યો.
પ્રભાવક તિર્ધર પાંચ નદીઓને પ્રદેશઃ પંજાબ : ભારે આબદાર–પાણીદાર ભૂ મિ. જેવી આબદાર એવી જ ખમીરવંતી અને એવી જ પરાક્રમી ! અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org