________________
સમયદશી આચાર્ય પતિને અનુસરનારાં રૂપાદેવી પણ, પતિના પગલે પગલે, ગમે તેવા કષ્ટમય માગે ચાલવા તૈયાર હતાં. પતિ-પત્નીને માત્ર એક જ ચિંતા સતાવતી હતી ઃ વૃક્ષના પાકા પાનની જેમ સાવ અનિશ્ચિત બની ગયેલી જિંદગીમાં પિતાના સર્વરવ સમા બાળપુત્ર આત્મારામ ઉફે દિત્તાનું જતન અને સંવર્ધન કેવી રીતે કરવું ? આત્મારામનું હુલામણું નામ દિત્તા હતું.
એવામાં એક પ્રસંગ બન્યું ઃ લહરામાં અત્તરસિંધ નામે એક જાગીરદાર રહેતો હતો. જાગીરદાર હોવા ઉપરાંત એ શિખાનો ધર્મગુરુ પણ હતા. એ બધી વાતે સુખી હતો; પણ કુદરત માતાએ એને સંતાનના સુખથી વંચિત રાખ્યો હતો ! એને વારંવાર એક જ વાતને અફસોસ સતાવ્યા કરતું કે, ભગવાને બધી વાતની મહેર કરી અને માત્ર સવાશેર માટીની ભેટ આપવાનું જ બાકી રાખ્યું ! તે પછી આટલી બધી સંપત્તિ અને આવા મોટા ધર્મગુરુપદને લાયક ઉત્તરાધિકારી કોણ બનશે ? અને એ ઉત્તરાધિકારી ન મળે છે. આ જિંદગી, આ સંપત્તિ અને આ સત્તા મળ્યાનો અર્થ પણ છે ? - અત્તરસિંઘને ગણેશચંદ્ર સાથે સારો પરિચય હતા. એટલે બાળક દિતા એના આંગણામાં ક્યારેક ક્યારેક રમવા જતો. દિત્તા એને ભારે હોનહાર છોકરે લાગતો. તેજ અને શક્તિના પુજ સમા બાળક દિત્તાને જોઈને એનું મન એના ઉપર કર્યું. બાળકનાં સુગઠિત અને મજબૂત શરીર, વિશાળ ભાલ, ભરાવદાર ચહેરે અને તેજસ્વી આંખે અત્તરસિંધના અંતર ઉપર જાણે કામણ કરી ગયાં. એને થયું, કોઈ પણ ઉપાયે જો આ બાળક મને દત્તક મળે તે લાયક વારસદાર અંગેની મારી બધી ચિંતા ટળી જાય–દિતાનાં સામુદ્રિક લક્ષણો એના ભાવી યુગપુરુષપણાની જાણે સાક્ષી પૂરતાં હતાંઅને, ગરજવાનને અક્કલ ન હોય એમ, એક દિવસ અત્તરસંઘે ધીઠા બનીને દિત્તાને દત્તક આપવાની પોતાની માગણી ગણેશચંદ્ર પાસે રજૂ કરી. ૫શું કાળજાની કારને પોતાને સગે હાથે કરીને આપી દેવી સહેલી નથી હોતીઃ ગણેશચંદ્દે વિવેકપૂર્વક ના પાડી દીધી.
પણ ગણેશચંદ્ર અત્તરસિંધના કિન્નાખોર સ્વભાવને સારી રીતે જાણતા હતા. પિતાનું ધાર્યું ન થાય તે સામાનું સત્યાનાશ નોતરવામાં પણ એ પાછી પાની ન કરે એવો હતો અને પિતાની માગણમાં નાસીપાસ થવાથી ગુસ્સે થયેલા અત્તરસિંધે, સાચે જ, ગણેશચંદ્રની પજવણી શરૂ કરી. એને કાયદાના ગુનાના સાણસામાં સપડાવવાની એ પેરવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org