SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ તથા શ્રી કેરા સાહેબે આ કામને હું ફરીવાર ઇનકાર ન ભણું શકું એ લાચાર બનાવી દીધા. એનું માત્ર બે અઠવાડિયાં જેટલા ટૂંકા સમયમાં જે કંઈ પરિણામ આવ્યું તે વાચકે સમક્ષ રજૂ થાય છે. અને એ માટે હું પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયસમુદ્રસૂરિજીને, સમિતિની કાર્યવાહક કમિટીને અને શ્રી કારા સાહેબને અંતઃકરણપૂર્વક આભાર માનું છું. આ પરિચય લખવાની કાચી સામગ્રીરૂપ માહિતી મુરબી શ્રી ફૂલચંદ હરિચંદ દેશી તથા શ્રી કૃષ્ણલાલ વર્માએ લખેલ “આદર્શ જીવન” નામે હિંદી ગ્રંથમાંથી મળી છે. ઉપરાંત, આચાર્ય મહારાજના ૬૬ વર્ષના દીક્ષા પર્યાય નિમિતે મુંબઈમાંથી પ્રગટ થયેલ “પંજાબ કેસરી આચાર્ય વિજયવલ્લભસૂરીશ્વરજી” નામે વિશિષ્ટ અંકમાંથી તથા શ્રી મહાવીર જૈન વિદ્યાલય તરફથી પ્રગટ થયેલ “આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિ સ્મારકગ્રંથ'માંથી પણ કેટલીક માહિતી મળી છે. આ ત્રણે ગ્રંથના લેખકે, સંપાદક તથા પ્રકાશકે અંતઃકરણથી આભાર માનું છું.' • આપણું આ યુગના મેટા મેટા અને પ્રભાવશાળી આચાર્યોના ચરિત્રની સામગ્રી પણ બહુ જ ઓછી મળવા પામે છે, એ સ્થિતિમાં આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીના પરિચયની સામગ્રી વિપુલ પ્રમાણમાં અને વ્યવસ્થિત રૂપમાં મળે છે, એ બહુ જ રાજી થવા જેવી બાબત છે. આમાં સ્વ. આચાર્ય મહારાજને પટ્ટધર પૂજ્ય આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજી તથા એમની સાથેના અન્ય મુનિવરોની ધગશને પણ નોંધપાત્ર ફાળા હશે જ એમ માનું છું. ..શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સુવર્ણ મહોત્સવ પ્રસંગે વિદ્યાલયની ૫૦ વર્ષની કાર્યવાહી રજૂ કરતું “વિદ્યાલયની વિકાસથા” નામે પુસ્તક મેં લખ્યું હતું. એમાં પૂજ્ય આચાર્ય શ્રી આત્મારામજી મહારાજ તથા પૂજ્ય આચાર્ય શ્રી વિજયવલ્લભ રિજીના પરિચયે મેં ઠીક ઠીક વિસ્તારથી લખ્યા હતા. આ પુસ્તકને બહુ ઝડપથી તૈયાર કરવામાં એ સામગ્રી મને કીક ઝીકા ઉપગી થઈ પડી હતી; અને એથી મારી મહેનત સારા પ્રમાણમાં બચી ગઈ હતી. મારે માટે બે અઠવાડિયાં જેટલા બહુ ટૂંકા ગાળામાં આ પરિચયનું લખાણ તૈયાર કરીને, છપાવીને અને બંધાવીને પુસ્તક વેળાસર તૈયાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001051
Book TitleSamaydarshi Acharya
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVallabhsuri Smarak Nidhi Godiji Jain Derasar Mumbai
Publication Year1979
Total Pages165
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy