________________
નર-નારીઓ તેઓની પાસે આવતાં અને એમની પાસેથી સસ્કારપ્રદ અને વનપ્રદ ભાતુ મેળવીને કૃતાર્થ થતાં.
આ ચિત્રમાં એક આવા પુણ્યશાળી ધર્મ નાયકની હૃદયસ્પર્શી કથાને આલેખવાને અદના પ્રયત્ન કર્યો છે. એ કેટલે, સફળ થયા છે, એ તે આ પુસ્તકના સહય વાચકા જ કહી શકે. મારું કામ તે આ પુસ્તક સમાજના હાથમાં મૂકવાની સાથે પૂરું થાય છે.
આ પુસ્તકની પણ એક નાની સરખી દાસ્તાન છે.
જ્યારે આચાર્ય
મહારાજની જન્મશતાબ્દી ઊજવવાનો નિર્ણય લેવામાં આવ્યા, અને એ માટે સમિતિની રચના કરવામાં આવી, ત્યારે આચાર્ય મહારાજને! જીવનપરિચય ગુજરાતી, હિંદી અને અંગ્રેજીમાં છપાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું, અને ગુજરાતી પરિચય લખવાનુ કામ, આઠેક મહિના પહેલાં, મને સોંપવામાં આવ્યુ હતુ. અને મે પણ, એક ઉત્તમ કામના નિમિત્ત બનવાને લાવે! મળશે એ બુદ્ધિથી, એને આનંદપૂર્વક સ્વીકાર કર્યો હતા.
પણ પછી તો, અણુધાર્યા કામાને વખતસર પહેાંચી વળવાન ભારને લીધે, શરીર અને મગજ અને સારા પ્રમાણમાં શ્રમિત થઈ ગયાં. પરિણામે, આ કામની જવાબદારી અને પવિત્રતાના વિચાર કરીને, મને ચોક્કસ લાગ્યુ કે એ કામને સારી રીતે અને સમયસર પહોંચી વળવુ, એ મારા ગા બહારની વાત છે. પરિણામે મે ગત પ પની આસપાસના સમયમાં, આ કામને પૂરું કરવાની મારી અક્તિ સમિતિને લખી જણાવી; અને આ કાર્ય ખીન કાઈને સોંપવા વિનતિ કરી.
પણ સમિતિ એમ કરવા સંમત ન થઈ; ખાસ કરીને મારા મિત્ર અને સમિતિના મંત્રી શ્રીયુત કાંતિલાલ ડાહ્યાભાઈ કારા મારી માગણી સ્વીકારવા કાઈ રીતે તૈયાર ન હતા. અને તેઓએ તથા સમિતિએ પેાતાને આગ્રહ ચાલુ રાખ્યા. એમને આ આગ્રહ કેવળ એમની માર પ્રત્યેની ભલી લાગણીથી જ પ્રેરાયેલા હતા. એ હું જાણું છું; પણ, મારી અશક્તિને લીધે, એમના આવ! આગ્રહ તરફ મારા મનમાં કંઈક નારાજી પણ થઈ હતી. છેવટે, ગઈ દિવાળી પછી હું મુંબઈ ગયા ત્યારે સમિતિએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org