________________
કરવાનું કામ હિંમત હારી જવાય એવું જંગી હતું; અને ઘણીવાર તે. એ સમયસર થઈ નહીં શકે એવી નિરાશા પણ થઈ આવતી હતી. પણ સાથે સાથે આ પુસ્તકનું લખાણ તૈયાર કરવામાં લેવી પડતી મહેનતને, પ્રમાણમાં મને થાક બહુ ઓછા લાગતે અને જરૂરી તાજગી મળ્યા કરતી હોય એ કંઈક અવનવો અનુભવ પણ મને આ પ્રસંગે થયે, એ મારે કબૂલ કરવું જોઈએ. આને બુદ્ધિગમ્ય ખુલાસો મળવો શક્ય નથી. આને સ્વ. આચાર્ય મહારાજની કૃપા જ લેખી શકાય.
ઝાઝા હાથ રળિયામણા થાય અને બધેથી માગી મદદ તરત મળે તે જ થઈ શકે એવું અતિ કપરું આ કામ હતું. અને સદ્ભાગ્ય મને આવા સહાય મળી રહ્યા તેથી જ આ કામ પૂરું થઈ શકયું છે એમાં શક નથી.
આમાં સૌથી પહેલા આભાર ચંદ્રિકા પ્રિન્ટરીને અને એના બાહોશ સંચાલક શ્રી બળવંતભાઈ ઓઝાને માનું છું. તેઓએ હમ ન ભીડી હેત તે આ કામ હાથ ધરવાની હું હિંમત જ ન કરત. ઉપરાંત, શારદા મુદ્રણાલય, અમારા સાથી પં. શ્રી હરિશંકરભાઈ પંડ્યા, બાઈન્ડર સાંભરે એન્ડ બ્રધસે પણ જોઈતી સહાય આપે છે. આ પુસ્તકમાં મૂકવામાં આવેલી છબીનું મૂળ ચિત્ર જાણીતા વિધિકાર તથા સંગીતકાર શ્રી ભુરાભાઈ ફૂલચંદ શાહ તરફથી મળ્યું છે. આ બધાને હું આભાર માનું છું.
' પુસ્તકનું નામ સ્વર્ગસ્થ આચાર્ય મહારાજના જીવનભરના કાર્યને અનુરૂપ “સમયદર્શ આચાર્ય' એવું રાખ્યું છે. આવા એક પ્રભાવ શાળી સંતનું જીવન સૌમાં સમયને પિછાનીને વર્તવાની અને સમાજને દરવાની ભાવના પ્રગટવો, એવી પ્રાર્થના સાથે સ્વર્ગસ્થ આચાર્યપ્રવરને ઉદયથી વંદના કરી મારું આ વક્તવ્ય પૂરું કરું છું.
ક, અમૂલ સેસાયટી
અમદાવાદ-૭ - ૨ તા. ૨૧-૧૨-૭૦
–૨. વ. દેસાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org