________________
સમયદશી આચાર્ય
રાખવાને અને શક્તિશાળી બનાવવા પ્રયત્ન કરે એ ધર્મની જ રક્ષા કરવા જેવું ઉત્તમ કાર્ય છે. સહધમીવાત્સલ્યનો સાચો ભાવ આ જ છે.
દર્દી પરખાઈ જાય પછી દવા કરીને દર્દીને દૂર કરવામાં વાર કેટલી ? માર્ગ સમજાઈ જાય પછી મંજિલે પહોંચવામાં બહુ સમય ન લાગે. આમાં મોટી વાત સાચી સમજણ મેળવવી એ જ છે. સમજણ મળી ગઈ પછી ઈલાજ કરવાનું સહેલું થઈ પડે.
આચાર્ય મહારાજે જૈન સંઘ અને જૈન સમાજની એમના સમયની સ્થિતિનું નિદાન પિતાની વેધક દૃષ્ટિથી તરત કરી લીધું. એમણે જોયું કે પ્રસંગે પ્રસંગે પુષ્કળ પૈસે વાપરીને ધનવાન હોવાની ખ્યાતિ મેળવનાર જૈન સમાજની આંતરિક હાલત બેહાલ, નબળી અને ચિંતા કરાવે એવી છે. અને જે આવી ને આવી સ્થિતિ કાયમ રહી, અને કેઈએ સજાગ બનીને, પાણી પહેલાં પાળ બાધવાની દૂરંદેશી દાખવીને, એને સારી કરવાનો પ્રયત્ન ન કર્યો તો સમાજની સ્થિતિ વધુ કરુણ અને કડી બની ગયા વગર નથી રહેવાની. સમાજની આવી સ્થિતિના દર્શને આચાર્યશ્રીને વધુ સચિંત બનાવ્યા અને એમનાં ઊંઘ-આરામને હરામ બનાવી દીધાં.
નજર સામેના સમયને પારખીને તેને અનુરૂપ પગલાં ભરવાની દૃષ્ટિ તે પૂજ્ય દાદાગુરુ પાસેથી મળી જ હતી; સમાજના મધ્યમ અને નીચલા વર્ગના સંપર્કે એ દૃષ્ટિને વધારે તેજસ્વી બનાવી. અને અંતે એ દૃષ્ટિનું દીર્ધદષ્ટિમાં રૂપાંતર થયું અને આચાર્ય મહારાજ પિતાની એ પારગામી દૃષ્ટિથી સમાજની સાચી અને ચિંતા ઉપજાવે એવી સ્થિતિનું વધારે સ્પષ્ટ દર્શન કરી શક્યા. શરીરમાં દર્દ પેઠાની કે ઘરમાં સપ પેસી ગયાની વાત જાણ્યા પછી તો ભલા નિરાંતની કે સુખની નીંદ કણ લઈ શકે ? આચાર્યશ્રીનું પણ એવું જ થયું.
એમણે જોયું કે જૈન સમાજ, બીજા સમાજોની સરખામણીમાં, વિદ્યાભ્યાસમાં ખૂબ પછાત છે. નાનીનાની-નજીવીનમાલી બાબતને કારણે છાશવારે ને છાશવારે સંઘમાં જાગી ઊઠતા કલેશ–કલહને કારણે સંધ વેરવિખેર બની રહ્યો છે. અને એનું બળ અને હીર હણાઈ રહ્યું છે. અને ઊજળા અને પૈસાદાર ગણુતા સમાજની આંતરિક સ્થિતિ અને આર્થિક શક્તિ ધીમે ધીમે ઘસાઈ રહી છે. ઈતિહાસ કહે છે કે પિતાના સહધમની દીનતાથી દુઃખી થઈને આચાર્ય હેમચંદ્રસૂરિજીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org