SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ સમયદશી આચાય વના ઉત્કર્ષી માટે નક્કર કામ કરવાની કેટલી જરૂર છે તે સમજાવ્યુ. અનેક સ્થાનેસને પેાતાની વાણીના લાભ આપીને વિ. સં. ૨૦૦૮ માં આચાર્ય મહારાજ મુંબઈ પધાર્યા. ૮૯ ૮૨ વર્ષની જઈફ ઉંમરે શરીર ભલે કમજોર કે બીમાર રહેતું હાય, પણ ધર્મપ્રચારની ઝંખનામાં અને સહુધમી ઓના ઉત્ક સાધવાની ભાવનામાં ઢીલાશ કેવી ? આચાર્યશ્રીના આત્મા તા એવા જ પ્રબળ અને જાગ્રત હતેા. સામાન્ય માનવી માટે સમય કેટલા બધા કપરા આવી ગયા હતા અને એમને! જીવનનર્વાહ કેવે! મુશ્કેલ બની ગયા હતા, અને હજી પણ વધારે મુઝ્લીના સમય આવી રહ્યો હતા, એ દુઃખદ અને ચિંતાકારક વસ્તુસ્થિતિ આચાર્યશ્રીની કરુણાપરાયણ અને પારદર્શી ષ્ટિએ તરત જ પારખી લીધી; અને, જાણે જીવનની છેલ્લી સબ્યાએ, પેાતાની સમગ્ર શક્તિ અને ભક્તિ એ કામને જ સમર્પિત કરી દેવાની હેાય એ રીતે, તેઓ એ કાર્યમાં પરાવાઈ ગયા. જાણે એમની સંવેદનશીલતા અને સમાજકલ્યાણની વિચારણામાં નવયૌવન આવ્યું. આ અરસામાં આંખની તકલીફ ચાલુ હતી તે સંધના સદ્ભાગ્યે દૂર થઈ. કરુણાભાવનાથી પ્રેરિત થઈને તેઓએ જનસમૂહ પ્રભુની વાણી સારી રીતે સાંભળી શકે એ માટે લાઉડસ્પીકરના ઉપયાગ શરૂ કર્યા. કાઈ કે આ માટે આચાર્યશ્રીની ટીકા કરી તે એમણે એનાથી જરાય નારાજ કે ગુસ્સે થયા વગર પેાતાનું શાસનરક્ષા અને સમાજરક્ષાનું કામ ચાલુ રાખ્યું. જે વ્યક્તિ યુગનાં એંધાણુ સ્પષ્ટપણે પારખી શકતી હાય, અને પરિસ્થિતિને અનુરૂપ પગલાં ભરવાની જેનામાં હામ હાય તેને આવી બાબતા ચિલત ન કરી શકે. આચાર્ય નું જીવન આવુ કર્તવ્યપરાયણ, શાંત અને સમતાથી સભર હતું. કાઈ પણ કામ કરતાં તેની ઉપયેાગિતા અને સચ્ચાઈની એમની કસાટી એક જ હતી : આથી પ્રભુશાસનને કેટલા લાભ થાય છે? મારા સહુધમી ઓનું કેટલું કલ્યાણ થાય છે ? જે પ્રવૃત્તિ કે વિચારણામાંથી આવા લાભ નિષ્પન્ન થતા ન લાગતા એનાથી અળગા રહેવાની તે પૂરી ખબરદારી રાખતા. એક વાત શરૂઆતથી જ એમના અંતરમાં વસી હતી કે સાધુજીવનને સ્વીકાર એ પેાતાના ઉદ્ધાર અને ખીજાના કલ્યાણ માટે જ કર્યો છે; તા પછી ભૂલેચૂકે એવી એક પણ પ્રવૃત્તિ મારા હાથે ન થઈ જવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001051
Book TitleSamaydarshi Acharya
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVallabhsuri Smarak Nidhi Godiji Jain Derasar Mumbai
Publication Year1979
Total Pages165
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy